પ્રકટીકરણ 15:2 - કોલી નવો કરાર2 તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી. Faic an caibideil |
આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.
આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.
એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.