Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 15:1 - કોલી નવો કરાર

1 એની પછી મે આભમાં એક જુદી નિશાની જોય જો કે બોવ જ અદભુત અને બોવ જ નવાય પમાડે એવી હતી, ન્યા હાત સ્વર્ગદુત હતાં જે હાત જુદી-જુદી રીતની આફતો લીધેલા હતાં, આ આફતો છેલ્લી છે કેમ કે, જઈ ઈ પુરી થય જાહે તઈ પરમેશ્વરનો ગુસ્સો પુરો થય જાહે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 15:1
21 Iomraidhean Croise  

ઈ સ્વર્ગદુત જોરથી બોલ્યો અને એનો અવાજ સિંહની ગર્જના જેવો હતો, જઈ એણે રાડ નાખી, તો હાત ગર્જના એના પોતાના અવાજો હારે બોલ્યાં. જે ગડગડાહટના અવાજ જેવો હતો.


આ બીજી આફત વય ગય છે અને જોવો ત્રીજી આફત જલ્દી આવનાર છે.


તઈ પરમેશ્વરનાં કોપની જેમ દ્રાક્ષારસ જે એના ગુસ્સાના પ્યાલામાં બધીય તાકાતથી નાખ્યુ છે ઈ પીવું પડશે અને પવિત્ર સ્વર્ગદુતોની અને ઘેટાના બસ્સાની હામે આગમાં અને ગન્ધકમાં ઈ પીડાને ભોગવવી પડશે.


ઈ હાટુ સ્વર્ગદુતે પૃથ્વી ઉપર પોતાનુ દાતેડુ ફેરવ્યુ. પછી એણે દ્રાક્ષોને ઈ મોટા દ્રાક્ષાકુંડમા ફેકી. જ્યાં પરમેશ્વર ગુસ્સાથી સજા દેહે.


એની પછી મે દર્શનમાં મંદિરમાંથી એક તેજ અવાજને હાત સ્વર્ગદુતોથી આવું કેતા હાંભળ્યું કે, “જાવો જગતના લોકો ઉપર પરમેશ્વર તરફથી દંડને રેડી નાખો જે હાત પ્યાલામાં છે.”


જે હાત સ્વર્ગદુતોની પાહે ઈ હાત પ્યાલા હતાં, એમાથી એકે આવીને મને આ કીધું કે, “આયા આવ, હું તને દેખાડય કે, પરમેશ્વર કેમ ઈ મોટી વેશ્યાને દંડ આપશે, જે એક એવી જગ્યાએ બેહે છે, જ્યાં ઘણીય નદીયું છે.


ઈ બેઠેલાના મોઢામાથી એક તેજ તલવાર નીકળે છે જેનો ઉપયોગ ઈ દેશોને હરાવવા હાટુ કરશે, અને ઈ લોઢાંના હળીયાની હારે લોકો ઉપર રાજ કરશે, ઈ સર્વશક્તિશાળી પરમેશ્વરનાં ભયાનક ગુસ્સાના કુંડમાથી દ્રાક્ષારસ નીસવશે.


અને પછી ઈ હાત સ્વર્ગદુતોમાંથી એકે જેણે માણસજાત ઉપર હાત છેલ્લી આફતથી ભરેલા હાત પ્યાલા ફેકયા હતાં, મારી હારે વાત કરી એણે કીધું કે, “આયા આવ, હું તને ઈ કન્યાને દેખાડય જેના લગન જલ્દી જ ઘેટાના બસ્સાની હારે થય જાહે.”


જઈ મે પાછુ જોયુ, તઈ આભની વસે એક ગરુડને ઉડતા અને મોટા અવાજથી આવુ કેતા હાંભળ્યુ કે, “જઈ છેલ્લા ત્રણ સ્વર્ગદુતો ઈ રણશિંગડું વગાડે છે જે એને આપવામા આવ્યા છે, તઈ જગતના બધાય લોકો ઉપર આવનાર દુખો બોવજ ભયાનક હશે.”


અને મે ઈ હાતેય સ્વર્ગદુતોને જે પરમેશ્વરની હામે ઉભા રેય છે, જેઓને પરમેશ્વરે હાત રણશિંગડા આપ્યા હતાં.


પછી તેઓ હાતેય સ્વર્ગદુત જેની પાહે હાત રણશિંગડા હતાં, એને વગાડવા તૈયાર થયા.


બાકીની માણસજાત જે આ આફતોથી મરી નય, તેઓએ તેમના હાથોના કામ અંગે પસ્તાવો કરયો નય અને મેલી આત્માઓ અને હોના, સાંદી, કાહુ, પાણા અને લાકડીની મૂર્તિઓ જે જોવામા, હાંભળવામાં, હાલવામા સક્ષમ નથી, એનુ ભજન કરવાથી રોકાણા નય.


Lean sinn:

Sanasan


Sanasan