Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 14:3 - કોલી નવો કરાર

3 1,44000 લોકો એક નવું ગીત ગાય રયા હતાં, જઈ ઈ રાજગાદી, સ્યાર જીવતા પ્રાણીઓ, અને વડીલોની હામે ઉભા હતાં. ખાલી 1,44000 લોકો, જેને ઘેટાના બસ્સાએ પૃથ્વીના લોકોની વસ્સેથી છોડાવ્યા હતાં, ઈ ગીતને શીખી હકતા હતાં. કોય બીજા ઈ ગીતને શીખી હકતા નોતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 14:3
17 Iomraidhean Croise  

જઈ લોકો ઈ સંદેશો હાંભળે છે કે, મસીહ વધસ્થંભ ઉપર મરી ગયા છે, તો તેઓમાંથી થોડાક વિસારે છે કે, ઈ સંદેશો બેકાર છે. આ રીતે વિચારવા વાળા લોકો તેઓ છે જે નરક તરફ જય રયા છે, પણ આપણી હાટુ જે ઈ સંદેશાને માનતા હતા, ઈ લોકોને એના સામર્થ્યથી બસાવવાનું પરમેશ્વરનો તરીકો છે.


પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે.


એની પછી, મે કાક બીજુ જોયું, મે સિયોન ડુંઘરાની ટોસ ઉપર ઘેટાના બસ્સાને ઉભેલો જોયો, એની હારે એના 1,44000 લોકો હતાં, એના માથા ઉપર ઘેટાના બસ્સાનુ નામ અને એના બાપનું નામ લખેલુ હતું.


ઈ એવી રીતેથી એક ગીત ગાતા હતાં જેમ પરમેશ્વરનાં ચાકર મુસાએ બોવ પેલા ગાયુ હતુ. ઈ ઘેટાના બસ્સાનુ ભજન કરવા હાટુ આ પરકારે ગાય: “પરભુ પરમેશ્વર, જે દરેક વસ્તુ ઉપર શાસન કરે છે, તમે જે કાય કરો છો ઈ શક્તિશાળી છે અને અદભુત છે! તમે સદાય ન્યાયી અને હાસુ કામ કરો છો. તમે બધાય મંડળીના લોકો હાટુ સદાય રાજા છો!


ધ્યાનથી સંદેશાને હાંભળો, જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે. જે જીતી જાહે હું એને ગુપ્ત રાખેલુ મન્ના આપય, જે તમને મજબુત કરશે અને હું એને એક ધોળો પાણો હોતન આપય, જેની ઉપર હું એક નવુ નામ એની હાટુ કોતરય અને આ નામ જે હું આપુ છું, એને ખાલી ઈજ જાણશે.


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


જઈ સ્વર્ગદુતોએ નિશાની કરવાનું પુરું કરી લીધું, તો કોકે મને બતાવું કે, ઈ લોકો જેના માથા ઉપર સ્વર્ગદુતોએ પરમેશ્વરની મુદ્રાથી નિશાની કરી છે તેઓની સંખ્યા 144,000 હતી, આ લોકો ઈઝરાયલ દેશના બધાય કુળોમાના હતાં.


Lean sinn:

Sanasan


Sanasan