Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 13:8 - કોલી નવો કરાર

8 પૃથ્વી ઉપર રેનારા બધાય લોકો હિંસક પશુનુ ભજન કરવા લાગ્યા, ખાલી ઈ જ લોકોએ એની પૂજા નથી કરી જેઓનુ નામ જગતની રસના કરયા પેલા જ જીવનની સોપડીમા લખવામા આવ્યું હતુ, આ જીવનની સોપડી ઈ ઘેટાના બસ્સાની સોપડી છે જેને બલિદાનરૂપે મારી નાખવામા આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 13:8
25 Iomraidhean Croise  

તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.


તો પણ હરખાવમાં, કેમ કે, મેલી આત્માઓ તમારા હુકમને માને છે, પણ એને લીધે કે, તમારા નામ સ્વર્ગમા લખેલા છે, એને લીધે હરખાઓ.”


બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે.


જેમ કે, જગતની સૃષ્ટિની શરૂઆત પેલા જ મસીહની હારે આપડી એકતાના કારણે પરમેશ્વરે આપણને પોતાના થાવા હાટુ ગમાંડ્યા. જેથી આપડે એના પ્રેમમાં પવિત્ર અને દોષ વગરના થય હકી.


વળી મારાં ખરા સાથીદાર, હું તને વિનવણી કરું છું કે, તુ ઈ બહેનોની મદદ કરજે કેમ કે, તેઓએ મારી હારે અને ક્લેમેન્ટની હારે અને મારા બીજા સહકારીઓ જેઓના નામ જીવનની સોપડીમા છે તેઓની હારે હારા હમાસારના પરચારના કામમા ખુબ જ વધારે મેનત કરી છે.


તઈ તેઓ પરમેશ્વરની હારે સદાય હાટુ રેવાની આશા રાખે છે, કેમ કે, પરમેશ્વર કોયદી ખોટુ બોલતા નથી, એણે જગતને બનાવા પેલાથી જ અનંતકાળના જીવનનો વાયદો કરયો હતો કે, એના લોકો સદાય હાટુ જીવતા રેહે.


તઈ એરુએ ઈ બાય બાજુ પોતાના મોઢાથી નદીની જેમ પાણી ઉડાડયુ જેથી પુર એને તાણીને લય જાય.


એણે ઈ તાકાતનો ઉપયોગ જે એને ઈ પશુ દ્વારા આપવામા આવી હતી. જેનો જીવ વયો જાય એવો ઘા રૂઝાય ગયો એણે જગતના બધાય લોકોને પરાણે ઈ પેલા હિંસક પશુનુ ભજન કરવાનું કીધુ.


આ હિંસક પશુ જેને તે હમણા જોયો, એક વખતે જીવતો હતો, પણ હવે જીવતો નથી, ઈ ઊંડાણના ખાડામાથી બારે આવવાનો છે, અને પરમેશ્વર એને પુરી રીતેથી નાશ કરી નાખશે, પૃથ્વી ઉપર રેનારા લોકો જેના નામ પરમેશ્વરે જગત બન્યા પેલા જીવનની સોપડીમા નથી લખ્યા, તેઓ બધાય નવાય પામશે, જઈ તેઓ આ પશુને જોહે, જે એક વખતે ઈ જીવતો હતો, હવે ઈ જીવતો નથી, પણ ઈ પાછો આયશે.


પણ જે કાય અશુદ્ધ હતુ, કે, પછી ઈ લોકો જે ખરાબ કરે છે અને ખોટુ બોલે છે, તેઓને પાક્કી રીતે એમા અંદર આવવાની રજા નોતી, જે લોકો આમા આવી હકે છે, ઈ એવા લોકો છે જેના નામ ઘેટાના બસ્સાની જીવનની સોપડીમા લખવામા આવ્યા હતા.


કેમ કે, તે ધીરજથી સહન કરવાની મારી આજ્ઞાનું પાલન કરયુ છે, હું તને આખા જગતમાં આવનારા પરીક્ષણના વખતથી પણ આઘો રાખય, જે પૃથ્વી ઉપર રેનારાનુ પરીક્ષણ કરશે.


હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ.


જે કોય પણ ભુંડાય કરવાથી રાજી નથી થાતો એને પણ એની જેમ ધોળા લુગડા પેરાવામાં આયશે, હું એનુ નામ ઈ સોપડીમાથી નય મટાડય, જેમાં પરમેશ્વરે ઈ લોકોના નામ લખ્યા છે, જેને અનંતજીવન મળશે, હું મારા બાપની હામે અને એના સ્વર્ગદુતોની હામે આ જાહેર કરય કે ઈ મારા છે.


અને તેઓ ઉસા અવાજથી ગીત ગાયને આ કેતા હતાં કે, “લાયક છે ઈ ઘેટાનું બસુ જેને મારી નાખવામાં આવ્યો હતો, આપડે એની સ્તુતિ અધિકાર, ધન, જ્ઞાન અને સામર્થ્યના વખાણ કરવા જોયી ઈ હાસુ છે કે, બધીય બનાવેલી વસ્તુઓ એનુ માન અને મહિમા કરે.”


અને મે દરેક પ્રાણીને જે સ્વર્ગમા છે અને પૃથ્વી ઉપર છે અને પૃથ્વીની નીસે છે અને દરીયામાં છે એને કેતા હાંભળ્યું, “આપડે સદાય હાટુ એની જે રાજગાદી ઉપર બેહે છે અને ઘેટાના બસ્સાની સ્તુતિ, માન, અને મહિમા કરવી જોયી, ઈ પુરી તાકાતથી સદાય હાટુ રાજ્ય કરે.”


પછી મે જોયું કે, ઘેટાના બસ્સાએ ઈ સોપડીની હાત મુદ્રાઓમાંથી પેલીને ખોલી, અને મે સ્યાર જીવતા પ્રાણીઓમાંથી એકને બોલતા હાંભળ્યો, એનો અવાજ ગર્જનાની જેમ તેજ હતો, એણે કીધું કે, “હવે જા.”


Lean sinn:

Sanasan


Sanasan