Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 13:7 - કોલી નવો કરાર

7 ઈ પશુને આ અધિકાર આપ્યો કે, ઈ પવિત્ર લોકોની હામે બાધે અને તેઓની ઉપર જીત મેળવે અને તેઓને દરેક કુળ, લોકો, ભાષા અને દેશ ઉપર અધિકાર દેવામા આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 13:7
20 Iomraidhean Croise  

અને શેતાને કીધુ કે, “હું બધીય મિલકત, અધિકાર અને ગૌરવ તને આપય કેમ કે, આ બધુય મને હોપવામાં આવ્યુ છે, અને હું જેને ઈચ્છું, એને આપી હકુ છું.


ઈસુએ જવાબ દીધો કે “તને પરમેશ્વરથી અધિકાર નથી દેવામાં આવતો, તો તારો અધિકાર મારી ઉપર નય રય, ઈ હાટુ જેણે મને તારા હાથમાં પકડાવો છે, એનો પાપ વધારે છે.”


પછી કોકે મને કીધુ કે, “તમારે બોવજ લોકો, દેશો, ભાષાઓ અને રાજાઓની વિષે ફરીથી આગમવાણી કરાવી જોયી.”


ઈ લોકો જે તારી ઉપર વિશ્વાસ નથી કરતાં બોવજ ગુસ્સે છે, કેમ કે, હવે ઈ વખત આવી ગયો છે કે તારો ગુસ્સો એના ઉપર આવે, અને ઈ વખત કે, તુ મરેલાનો ન્યાય કર. હવે ઈ વખત પણ છે જઈ તુ ઈ આગમભાખીયાઓને વળતર દેય જે તારી સેવા કરે છે અને ઈ બધાય લોકોને જે તને માન આપે છે, ઈ જે નબળા છે અને જે શક્તિશાળી છે જઈ કે ઈ જ વખતે તુ એને નાશ કરી દેય જેણે પૃથ્વી ઉપર વિનાશ કરયો છે.”


જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે.


આ કારણે અજગર ઈ બાય ઉપર બોવ ગુસ્સે થયો, એટલે એણે બાયના વંશજોની વિરુધ યુદ્ધની જાહેરાત કરી, એટલે ઈ લોકોની વિરુધ જે પરમેશ્વરની આજ્ઞાઓને માંને છે, અને ઈસુ દ્વારા શીખવાડેલ હાસા શિક્ષણો પરમાણે મજબુત બનેલા રેય છે.


પછી એણે મને કીધું કે, “જે પાણી તે જોયું જેની ઉપર વેશ્યા બેઠી છે, તેઓ લોકોની મંડળી, જાતિ, દેશ અને ભાષાઓને દર્શાવે છે.


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


Lean sinn:

Sanasan


Sanasan