માણસો જેનું ભજન કરે છે અને જેને પરભુ માંને છે ઈ બધાયનો ઈ પાપી માણસ નકાર કરશે. ઈ બધાય કરતાં પોતાને મોટો મનાવશે, અને પરમેશ્વરની વિરુધ મંદિરમાં જયને એની જગ્યાએ બેહીને પરમેશ્વર હોવાનો દાવો કરશે.
જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે.
પણ પરમેશ્વરે ઈ બાયને ગરુડની બે મોટી પાંખો આપી, જેથી ઈ જગ્યાએથી ઈ ઉડી જાય જે વગડામાં એની હાટુ તૈયાર કરવામા આવી હતી, અને ન્યા હાડી ત્રણ વરસ હુધી એની દેખભાળ કરવામા આવી જેથી એરુ એની હુધી પુગી હકે નય.