પ્રકટીકરણ 12:9 - કોલી નવો કરાર9 તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે. Faic an caibideil |
ન્યા હુંધી કે, મીખાએલે પણ જે પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદુતોમાથી એક છે, એણેય અપમાન નથી કરયુ કેમ કે, જઈ એણે શેતાનની હારે વિવાદ કરયો અને આગમભાખીયા મુસાના દેહને લેવા હાટુ પોતાના અધિકારનો પડકાર કરયો, તઈ મીખાએલે ઈ નો વિસારુ કે, એની પાહે ખરાબ વાતો બોલીને શેતાન ઉપર આરોપ મુકવાનો અધિકાર છે. પણ એણે કીધું કે, “પરભુ તને ખીજાય.”
એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.
હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.
જઈ હજાર વરહ પુરા થાહે તો સ્વર્ગદુત શેતાનને જ્યાં ઈ બંધાયેલો છે ન્યાથી છોડી દેહે અને ઈ એવા દેશોને દગો દેવા હાટુ બારે આવી જાહે જે આખા જગતમાં ફેલાયેલા છે આ દેશનાં લોકોને ગોગ અને માગોગ કેવામાં આવે છે, શેતાન એને બધાયને એક જગ્યાએ ભેગા કરશે જ્યાં ઈ યુદ્ધ કરશે, ઈ ઘણાય બધાય હશે જેમ કે, દરિયાની રેતીની જેમ એને કોય ગણી નય હકે.