પ્રકટીકરણ 12:7 - કોલી નવો કરાર7 પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદૂતમાંથી એક જેનું નામ મીખાએલ છે, એને આધીન રેનારા બીજા દુતો અજગર હારે બાધણું કરવા નીકળા અને અજગર અને એના દૂતોએ મીખાએલ વિરુધ બાધણું કરયુ Faic an caibideil |
ન્યા હુંધી કે, મીખાએલે પણ જે પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદુતોમાથી એક છે, એણેય અપમાન નથી કરયુ કેમ કે, જઈ એણે શેતાનની હારે વિવાદ કરયો અને આગમભાખીયા મુસાના દેહને લેવા હાટુ પોતાના અધિકારનો પડકાર કરયો, તઈ મીખાએલે ઈ નો વિસારુ કે, એની પાહે ખરાબ વાતો બોલીને શેતાન ઉપર આરોપ મુકવાનો અધિકાર છે. પણ એણે કીધું કે, “પરભુ તને ખીજાય.”
એણે ઈ અજગરને પકડી લીધો, જે ઘણાય વખત પેલા એક એરુના રૂપે પરગટ થયો હતો, જેને શેતાન પણ કેવાય છે એને એણે હાકળથી બાંધ્યો અને ઊંડાણના જેલખાનામા ફેકી દીધો, એની પછી એણે એને બંધ કરી દીધો અને કમાડ ઉપર મુદ્રા લગાડી દીધી, જેથી ઈ એક હજાર વરહ પુરા થયા પછી દેશ-દેશના લોકોને ભરમાવાની કોય પણ રીત રેહે નય, જઈ ઈ પુરું થાહે તઈ એને ફરીથી સ્વતંત્ર કરવામા આયશે, પણ થોડીકવાર હુધી.