જઈ બાયને જણવાનો વખત આવે છે, તો એને બોવ પીડા થાય છે, કેમ કે એના દુખાવાનો વખત આવી ગયો છે, પણ ઈ બાળકને જનમ દીધા પછી પોતાના દુખાવાને ભુલી જાય છે કેમ કે, ઈ રાજી થાય છે કે, જગતમાં એક બાળકનો જનમ થયો છે.
મારા બાળકો, જેવી રીતે એક બાય જણતી વખતે દુખાવો સહન કરે છે, એવી જ રીતે હું એકવાર પાછો તમારી હાટુ દુખ ભોગવી રયો છું, હું આ દુખમાં ન્યા હુધી રેય જ્યાં હુધી તમે મસીહમાં હમજતા નો થય જાવ.
જેમ શાસ્ત્રમાં લખ્યું છે, હે વાંઝણી બાય તું જેના કોયદી બાળકો નથી થયા અને જેઓએ બાળકોને પેદા કરતી વખતે જે પીડાનો કોયદી અનુભવ નથી કરયો, રાજી થાવ, રાડુ નાખ અને રાજીથી ઉત્સાહી થાવ! કેમ કે, જેને ધણી છે એની કરતાં મુકી દીધેલી બાયના બાળકો વધારે છે.