પ્રકટીકરણ 11:8 - કોલી નવો કરાર8 એના મરેલા દેહ ઈ મોટા શહેરની શેરીઓમા છોડી દેવામાં આયશે જ્યાં એના પરભુને ખીલા મારીને વધસ્થંભ ઉપર સડાવવામા આવ્યો હતો. ઈ શહેરને પ્રતિકરૂપે સદોમ કે મિસર દેશ કેવામા આવે છે કેમ કે, ન્યાના લોકો બોવજ ખરાબ છે, ઈ લોકોની જેમ જે સદોમ અને મિસરમા રેય છે. Faic an caibideil |
પરિણામ સ્વરૂપે મહાન શહેર બાબિલોન ત્રણ ટુકડામા વેસાય ગયું અને આખા જગતના બધાય શહેર નાશ થય ગયા કેમ કે, પરમેશ્વરે આ પુરું કરૂ જેવુ એણે બેબિલોનના લોકોને દંડના વિષે વાયદો કરયો હતો. આથી પરમેશ્વર તરફથી કડક દંડ દેવામા આયશે, આ એવુ જ થાહે; જેમ તેઓએ પાણી નાખ્યા વગરનો દ્રાક્ષારસ પીય લીધો હોય. જેને પરમેશ્વરે પોતે ઈ પ્યાલાને રેડયો છે, જે એના ગુસ્સાને બતાવે છે.