6 એની પાહે આભને બંધ કરવાઓ અધિકાર છે, જેથી ઈ આગમભાખવાના વખતે ક્યાય વરસાદ નો હોય, એની પાહે પાણીની ઉપર તાકાત છે, કે, ઈ એને લોહીમાં બદલી હકે, અને જઈ પણ ઈ ઈચ્છે દરેક રીતના રોગશાળાથી પૃથ્વી ઉપર હુમલો કરે.
હું તમને હાસુ કવ છું કે, આગમભાખીયો એલિયાના વખતમાં હાડા ત્રણ વરહ હુધી આભમાંથી વરસાદ નો થયો, અને આખાય ઈઝરાયલ દેશમાં બોવ દુકાળ પડયો, ઈ વખતે ઈઝરાયલ દેશમાં ઘણીય રંડાયેલી હતી.
હું મારાં બે માણસોને મોકલય જે મારાં હાસા સંદેશાને જાહેર કરશે. ઈ હોગ કરવાનાં લુંગડા પેરશે અને ઈ 1,260 દિવસ હુધી મારા સંદેશાને જાહેર કરશે.
બીજા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુને દરીયા ઉપર રેડી દીધી. તરત જ દરિયો એક મડદાના લોહી જેવો થય ગયો, અને આ કારણે દરીયામાં રેનારા બધાય મરી ગયા.
ત્રીજા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુને નદીઓ અને પાણીના ઝરણા ઉપર રેડી દીધી, અને ઈ લોહી બની ગયુ
પછી બીજા સ્વર્ગદુતે રણશિંગડું વગાડયુ, તો એક મોટો હળગતો ડુંઘરો દરીયામા પડી ગયો, એના લીધે દરીયાનો ત્રીજો ભાગ લોહીવાળો થય ગયો.