9 અને મે સ્વર્ગદુતની પાહે જયને કીધું કે, “આ નાની સોપડી મને આપ” અને એણે મને કીધું કે, “લે, આને ખાય લે, એનો સ્વાદ મધ જેવો મીઠો છે, પણ પછી એની કડવાશથી તારૂ પેટ દુખશે.”
એટલે મે ઈ નાની સોપડી લય લીધી જે સ્વર્ગદુતે હાથમાં પકડી હતી અને એને ખાય ગયો, અને હાસીન એનો સ્વાદ મધ જેવો મીઠો હતો પણ જઈ હું એને ખાય ગયો, તો મારું પેટ દુખવા લાગુ.