6 અને એના હમ ખાયને યુગે-યુગ હુધી જીવતો છે જેણે આભ, પૃથ્વી, અને દરીયો અને એમા બધુય બનાવ્યું છે એના હમ ખાયને, એણે કીધું કે, “હવે કોય પણ વાત હાટુ વધારે રાહ જોવી પડશે નય. હવે ઈ બધુય પુરું થય જાહે.”
તમે બધાય જે સ્વર્ગમા રયો છો, તમારે રાજી થાવુ જોયી, પણ તમે જે પૃથ્વી ઉપર અને દરીયામા રયો છો, ભયાનક રીતેથી પીડાહો કેમ કે, શેતાન તમારી પાહે નીસે આવી ગયો છે અને ઈ બોવ જ ગુસ્સામા છે કેમ કે, ઈ જાણે છે કે એની પાહે કામ કરવાનો જાજો વખત નથી.
પછી એણે મને કીધું કે, બધુય પુરું થય ગ્યું છે. “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનો અંત કરવાનું કારણ બનય. જે કોય પણ તરસો છે, હું એને પાણીના ઝરામાંથી મફ્તમાં પાણી પીવા હાટુ આપય, જે અંત વગરનું જીવન આપે છે.
“અમારા પરભુ પરમેશ્વર, તુ મહિમા પામવા હાટુ લાયક છે, તુ માન પામવાને લાયક છે, તુ સામર્થી છે કેમ કે, તે જ દરેક વસ્તુની સુષ્ટિ કરી. તમે માન્યું કે તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઈ હાટુ એની સુષ્ટિ કરી.”
અને જે રાજગાદી ઉપર બેઠો છે, જીવતા પ્રાણીઓ એનો મહિમા, માન, અને આભાર માંને છે. ઈજ છે જે સદાય હાટુ જીવતો છે અને જઈ પણ ઈ એવુ કરે છે તો સોવીસ વડીલો એની હામે દંડવત સલામ કરે છે અને એનુ ભજન કરે છે. તેઓ આ કેતા પોત-પોતાના મુગટ રાજગાદીની હામે નાખી દેય છે,
તઈ એમાંથી દરેકને એક સફેદ લુગડા આપવામાં આવ્યા, અને પરમેશ્વરે એને કીધું કે, થોડીકવાર હુધી આરામ કરો, કેમ કે અત્યારે પણ તમારા થોડાક સાથી કામદારો અને તમારા સાથી વિશ્વાસી લોકો છે જેને તમારી જેમ જ મારી નાખવામાં આયશે, જઈ મરી જનારાઓની સંખ્યા પુરી થય જાહે, તઈ જ હું બદલો લેય.