4 ઈ હાતેય ગર્જના નો અવાજ હંભળાય ગયો, તઈ હું લખવા હાટુ તૈયાર હતો, પણ મે સ્વર્ગથી આ અવાજ હાંભળ્યો કે, “જે ગર્જનાએ કીધું છે એને ગુપ્ત રાખ અને આ વાતુંને લખતો નય.”
તઈ મે પાછો ઈ અવાજ હાંભળો, જેણે સ્વર્ગથી મારી હારે વાત કરી હતી, અવાજે મને કીધું, “જા, ઈ સોપડીને લય લે જે સ્વર્ગદુતના હાથમાં ખુલેલી છે જે દરીયા ઉપર અને પૃથ્વી ઉપર ઉભો છે.”
એણે મને એમ હોતન કીધુ કે, “ઈ સંદેશાને ગુપ્ત નો રાખ જેની વિષે પરમેશ્વરે આ સોપડીમા આગમવાણી કરી છે કેમ કે, પરમેશ્વરનો આ સંદેશો પુરો કરવાનો વખત લગભગ આવી ગયો છે.