3 ઈ સ્વર્ગદુત જોરથી બોલ્યો અને એનો અવાજ સિંહની ગર્જના જેવો હતો, જઈ એણે રાડ નાખી, તો હાત ગર્જના એના પોતાના અવાજો હારે બોલ્યાં. જે ગડગડાહટના અવાજ જેવો હતો.
અને મે સ્વર્ગમાંથી કોકનો અવાજ હાંભળ્યો જે ઝરણાના ગરજવાના જેવો તેજ, કે ગડગડાહટની અવાજ જેવો ઉસો હતો. સંગીતકારો દ્વારા એની વીણા વગાડવાથી નીકળે એવા સંગીતની જેમ લાગતુ હતુ.
એની પછી મે આભમાં એક જુદી નિશાની જોય જો કે બોવ જ અદભુત અને બોવ જ નવાય પમાડે એવી હતી, ન્યા હાત સ્વર્ગદુત હતાં જે હાત જુદી-જુદી રીતની આફતો લીધેલા હતાં, આ આફતો છેલ્લી છે કેમ કે, જઈ ઈ પુરી થય જાહે તઈ પરમેશ્વરનો ગુસ્સો પુરો થય જાહે.