Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 1:7 - કોલી નવો કરાર

7 જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 1:7
36 Iomraidhean Croise  

કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.


પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”


તઈ માણસના દીકરાની નિશાની આભમાં દેખાહે અને તઈ પૃથ્વી ઉપરનાં બધાય કુળો હોગ કરશે. માણસના દીકરાને બધાય પરાક્રમો અને મોટી મહિમા સહીત તેઓ આભના વાદળા ઉપર આવતો જોહે.


જઈ હું, માણસનો દીકરો ફરીથી આવય, તો પોતાના મહિમાના બધાય, મારા સ્વર્ગદુતો હારે લયને આવય. તઈ હું બધાય લોકોનો ન્યાય કરવા હાટુ મારા મહિમાના રાજ્યાસન ઉપર બેહય.


ઈસુએ એને કીધુ કે, “તું પોતે જ કેય છે, પણ હું તમને કવ છું કે, હવે પછી માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”


ઈ વખતે લોકો મને જોહે, માણસનો દીકરો પૃથ્વી તરફ વાદળોમાં આવી રયો છે. તેઓ મારા મહાન પરાક્રમો અને મહિમા જોહે કે,


ઈસુએ કીધું કે, “હા હું છું, તમે મને માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ તરફ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”


તઈ લોકો મને, માણસના દીકરાને મહાન પરાક્રમ અને મહિમાની હારે વાદળામાથી આવતાં જોહે.


પણ સિપાયમાંથી એકે ઈસુની કુખમા ભાલો મારયો, અને એમાંથી તરત લોહી અને પાણી નિકળ્યું.


અને શાસ્ત્રના બીજા ભાગમાં લખેલુ છે કે, “જેણે તેઓને વીધ્યા એને તેઓ જોહે.”


અને તમે કેવી રીતે પરમેશ્વરનાં દીકરાને સ્વર્ગથી પાછા આવવાની રાહ જોય રયા છો, જેને પરમેશ્વરે મરેલામાંથી પાછો જીવતો કરયો કા ઈસુને, જે પરમેશ્વરનાં આવનાર ગુસ્સાથી આપણને બસાવે છે.


એના પછી જે જીવતા અને બસેલા રેહે, તેઓની હારે આભમા પરભુને મળવા હાટુ વાદળોમાં ઉઠાવી લેવામાં આયશે. અને ઈ વખતથી આપડે સદાયને હાટુ પરભુ ઈસુ મસીહની ભેગા રેહું.


જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.


અને જો તેઓ વિશ્વાસ કરવાનું છોડી દેય છે, અને તેઓને પસ્તાવો કરવા હાટુ કોય મારગ નથી, કેમ કે ઈ એવું જ થાહે; જેમ પરમેશ્વરનાં દીકરાને બીજીવાર વધસ્થંભ ઉપર સડાવી રયા છે અને જાહેરમાં ખુલ્લી રીતે એની ઠેકડી ઉડાડે છે.


હે વાલા મિત્રો, હવે આપડે પરમેશ્વરનાં સંતાનો છયી, અને ભવિષ્યમાં આપડે કેવા થાહુ ઈ હજી પરગટ થયુ નથી, પણ આપડે જાણી છયી છે કે જઈ ઈસુ મસીહ ફરીથી આયશે તઈ આપડે પણ મસીહની જેવા થાહુ કેમ કે, આપડે એને એમ જ જોહુ, જેવા ઈ છે.


આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.


ઈસુ, જે આ બધીય વાતોની સાક્ષી આપે છે, કેય છે કે, “હા, હું હમણા જ આવનાર છું” મે યોહાને જવાબ આપ્યો, “આમીન, હે પરભુ ઈસુ આવ.”


તેઓ પરમેશ્વરને હામ-હામે જોહે અને પરમેશ્વરનુ નામ એના માથા ઉપર લખેલુ હશે.


Lean sinn:

Sanasan


Sanasan