Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 1:2 - કોલી નવો કરાર

2 યોહાને પરમેશ્વરનાં વચન અને ઈસુ મસીહની સાક્ષીની વિષે માહિતી આપી ઈ બધીય વસ્તુની વિષે જે એણે જોયું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 1:2
22 Iomraidhean Croise  

યોહાને સાક્ષી આપી કે, મે પરમેશ્વરની આત્માને કબુતરની જેમ આભથી ઉતરતા જોયો અને ઈ એની ઉપર રોકાય ગયો.


જે લોકો ઈસુની હારે હતાં, ઈ બીજા લોકોને કેવા લાગ્યા કે, એને લાજરસને કબરમાંથી બારે બોલાવ્યો, અને મરણમાંથી જીવતો કરયો.


જેણે આ જોયું છે, એણે એની સાક્ષી આપી છે અને એની સાક્ષી હાસી છે, ઈ જાણે છે કે, ઈ હાસુ બોલી રયો છે, જેથી તમે પણ ઈસુ ઉપર વિશ્વાસ કરો.


આ ઈજ ચેલો છે, જેણે આ બધુય જોયું છે, અને જે આ વાતોની સાક્ષી પુરે છે, અને જેણે આ વાતો વિષે લખ્યું છે, અને અમે જાણી છયી કે, એની સાક્ષી હાસી છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, અમે જે જાણી છયી, ઈ કેયી છયી, અને જેને અમે જોયી છયી એની સાક્ષી આપીએ છયી, અને તુ અમારી સાક્ષીને માનતો નથી.


કેમ કે, તુ એની તરફથી બધાય લોકોની હામે ઈ વાતોનો સાક્ષી થાય, જે તે જોય અને હાંભળી છે.


પણ હવે તુ ઉઠ, અને ઉભો થા, મે તને ઈ હાટુ દર્શન દીધા છે કે, તને મારો સેવક બનાવું, અને જે દર્શન તુ જોય હકે છે, અને જે દર્શન જોયા પછી એનો સાક્ષી બનાવય.


કેમ કે, આ તો અમારાથી નય થાય કે, અમે જે જોયું છે અને અમે જે હાંભળ્યું છે, એના વિષે નો બતાવી.”


તે વિશેષ લાયકાતની વિષે જે તેઓએ તમને આપી જે તમને પ્રમાણિત કરે છે કે, મસીહના વિષે સંદેશો હાસો છે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી ન્યા નો તો વાતોની સાલાકીનો ઉપયોગ કરવા આવ્યો, અને નો તો ઉતમ જ્ઞાન બતાવવા આવ્યો, પણ હું તમારી ન્યા પરમેશ્વરનાં ભેદને પરગટ કરવા હાટુ આવ્યો હતો.


આપડે તમને જીવનના વચન વિષે લખી રયા છયી, જે જગતના શરુઆતથી છે જેને અમે હાંભળ્યું છે, અમે પોતાની આંખોથી જોયું છે, અને અમે ધ્યાનથી નિરખુ છે, અને અમે એને અમારા હાથોથી અડયા છયી.


અને આપડે દીકરાને જોયો છે અને સાક્ષી આપી છયી કે, પરમેશ્વર બાપે દીકરાને જગતના લોકોના તારનાર થાવા મોકલ્યો છે.


મંડળીમાં દરેક માણસ કેય છે કે, દેમેત્રીયસ એક હારો માણસ છે કેમ કે, ઈ હાસી રીતે જીવે છે, અને અમે પણ કેયી છયી કે, ઈ હારો માણસ છે અને તુ જાણશો કે, અમારી સાક્ષી હાસી છે.


એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”


જે તે જોયુ છે, ઈ લખી લે, જેમ કે ઈ બેય વસ્તુઓ જે અત્યારે થય રય છે અને જે પછી થાહે.


હું તમારો ભાઈ યોહાન છું જે પરમેશ્વરનાં રાજ્યનો તમારી હારે ભાગીદાર છું, અને તમારી હારે પીડા અને દુખ પણ ધીરજથી સહન કરું છું કેમ કે, આપડે ઈસુના છયી, પરમેશ્વરનો સંદેશો હંભળાવવા અને ઈસુ વિષે સાક્ષી દેવાના કારણે હું પાત્મસ નામના ટાપુમાં હતો.


આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.


આ કારણે અજગર ઈ બાય ઉપર બોવ ગુસ્સે થયો, એટલે એણે બાયના વંશજોની વિરુધ યુદ્ધની જાહેરાત કરી, એટલે ઈ લોકોની વિરુધ જે પરમેશ્વરની આજ્ઞાઓને માંને છે, અને ઈસુ દ્વારા શીખવાડેલ હાસા શિક્ષણો પરમાણે મજબુત બનેલા રેય છે.


એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.


હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ તમારી બધાયની હારે કૃપાથી કામ કરવાનું સાલું રાખે, જે પરમેશ્વરનાં લોકો છે. આમીન.


જઈ ઘેટાના બસ્સાએ પાંચમી મુદ્રાઓ ખોલી, તઈ મે વેદીની નીસે ઈ લોકોની આત્માઓને જોય જેઓને મારી નાખવામાં આવ્યા હતા. કેમ કે, તેઓ પરમેશ્વરનાં વચન વિષે અને ઈ સંદેશાના વિષે વિશ્વાસુ હતાં જે એને મળ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan