Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 3:20 - કોલી નવો કરાર

20 પણ આપડુ સ્વદેશ સ્વર્ગ છે, અને જ્યાંથી આપડે પોતાના તારનાર પરભુ ઈસુ મસીહને પાછા આવનારની રાહ જોયી છયી.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 3:20
36 Iomraidhean Croise  

ઈસુએ ઈ જુવાનને કીધુ કે, “જો તું પુરૂ થાવા દે તો જયને તારૂ છે, ઈ ગરીબોને આપી દે જેથી સ્વર્ગમાં તને બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”


એવુ જ ઈ માણસ હારે થાહે જે બધુય પોતાની હાટુ ભેગુ કરે છે. પણ પરમેશ્વરની સેવા કરવા હાટુ પોતાની લાયકાત અને મૂડીનો ઉપયોગ નથી કરતો.


જેથી તુ આશીર્વાદિત થાય કેમ કે, આ લોકો પાહે તમને પાછુ આપવા કાય નથી, પણ ન્યાયી માણસો જઈ મરેલામાંથી જીવતા થાહે, તઈ તને પરમેશ્વર વળતર આપશે.”


અને કેવા લાગ્યા કે, હે ગાલીલ પરદેશમા રેનારા માણસો તમે કેમ ઉભા રયને આભની હામે જોવ છો? આજ ઈસુ જેને પરમેશ્વરે જેવી રીતે તમારી પાહેથી સ્વર્ગમા ઉપાડી લીધો છે, એવી જ રીતે ઈ પાછો આયશે.


અને આ હાટુથી, પરમેશ્વરની આત્માએ તમને તેઓ બધાય વિષે લાયકાત આપે છે જેની તમારે જરૂર છે, જઈ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહને પાછા આવવાની વાટ જોવો છો.


જે લોકો પૃથ્વી હારે જોડાયેલાં હતાં તેઓ પૃથ્વીના પેલાના માણસ, આદમ જેવા છે. પણ જે લોકો સ્વર્ગ હારે જોડાયેલા છે તેઓ સ્વર્ગના માણસો, મસીહ જેવા છે.


ઈ હાટુ કે, જે દેખાય છે ઈ નય, પણ જે નથી દેખાતું એની ઉપર અમે ધ્યાન રાખી છયી; કેમ કે, જે દેખાય છે ઈ ઘડીકવારનું જ છે, પણ જે નથી દેખાતું ઈ અનંતકાળનું છે.


ઈ હાટુ આપડે હિમંતવાન છયી, અને જઈ આપડે મરી જાહુ તઈ આ દેહિક જીવનને છોડીને પરભુની હારે રેવાનું વધારે ગમશે.


પણ સ્વર્ગીય યરુશાલેમ ઈબ્રાહિમની બાયડી સારાની જેમ છે, અને એના બાળકો ગુલામ નથી. આ યરુશાલેમ આપડી માં ની જેમ છે, જે મસીહમાં વિશ્વાસ કરે છે.


ઈ હાટુ તમે, બિનયહુદી પરદેશી અને મુસાફર નથી રયા પણ તમે પરમેશ્વરનાં પવિત્ર લોકોની હારે સાથી નાગરિક છો અને તમે પરમેશ્વરનાં પરિવારના સભ્ય છો.


ઈસુ મસીહની હારે આપડા સબંધને લીધે પરમેશ્વર આપણને એની હારે જીવતા કરયા છે, અને આપણને સ્વર્ગીય જગ્યામાં ઈસુની હારે બેહાડયા છે.


જેથી બધાયથી હારી વાતો પારખી હકો આવી રીતે તમે બધાય લોકો મસીહના પાછા આવવાના દિવસ હુધી ઈમાનદાર અને નિરદોષ રય હકો.


ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.


તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.


અને તમે કેવી રીતે પરમેશ્વરનાં દીકરાને સ્વર્ગથી પાછા આવવાની રાહ જોય રયા છો, જેને પરમેશ્વરે મરેલામાંથી પાછો જીવતો કરયો કા ઈસુને, જે પરમેશ્વરનાં આવનાર ગુસ્સાથી આપણને બસાવે છે.


કેમ કે, પરભુ ઈસુ પોતે જ સ્વર્ગમાંથી આયશે, તઈ હુકમ કરવામા આયશે, અને પ્રમુખ દૂતનો અવાજ હંભળાહે, અને પરમેશ્વરનાં રણશિંગડાનો અવાજ હંભળાહે, તઈ જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, ઈ પેલા જીવતા થય જાહે.


હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.


આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.


તમે સિયોન ડુંઘરા ઉપર આવ્યા છો, જ્યાં સ્વર્ગીય યરુશાલેમ છે, જે જીવતા પરમેશ્વરનું શહેર છે. જ્યાં લાખો સ્વર્ગદુતો રાજી થાય છે,


એમ જ મસીહે ઘણાયના પાપો માથે લેવા હાટુ એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ એની વાટ જોય છે તેઓના સબંધમાં તારણના અરથે ઈ બીજી વખત પાપ વગર પરગટ થાહે.


જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.


Lean sinn:

Sanasan


Sanasan