Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 3:15 - કોલી નવો કરાર

15 અને આપડામાંથી જેટલા વિશ્વાસમા મજબુત છે, તેઓ આવું વલણ રાખે અને જો કોય પણ વાતમાં તમારુ બીજુ કાય વલણ હોય તો પરમેશ્વર એને પણ તમારી હામે કરી દેહે.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 3:15
21 Iomraidhean Croise  

ઈ હાટુ તમે સદાય એવુ કામ કરો જે હારૂ છે, જેવું પરમેશ્વર તમારો સ્વર્ગીય બાપ સદાય જે હારૂ છે એવું જ કરે છે.


કા તમે ખરાબ હોવા છતાં પણ તમે તમારા દીકરાને હારાવાના આપવાનું જાણો છો, તો તમારા સ્વર્ગમાના બાપ પોતાના માંગવાવાળા લોકોને પવિત્ર આત્મા કેમ નય આપે?


આગમભાખીયાની સોપડીમા એમ લખેલુ છે કે, “તેઓ સઘળા પરમેશ્વરથી શિખેલા થાહે, જે કોય બાપની પાહેથી હાંભળીને શીખ્યો છે, ઈ મારી પાહે આવે છે.


જો કોય એની ઈચ્છા પરમાણે કરવા માંગતો હોય, તો ઈ હંમજી જાય કે, હું શિક્ષણ આપું છું, ઈ પરમેશ્વરની તરફથી છે કે, પછી હું મારી તરફથી બોલું છું


હવે નબળાઓની નબળાયને હલાવી લેવી અને પોતાની ખુશી પરમાણે નો કરવુ, ઈ આપડે મજબુતોની ફરજ છે.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


જઈ હું પુરી રીતે વિશ્વાસીઓની વસે હોવ છું તઈ હું જ્ઞાની શબ્દોની હારે બોલું છું. પણ આ માણસનું જ્ઞાન અને આ જગતના અધિકારીઓનું જ્ઞાન નથી, જેનો નાશ થાવાનો છે.


હું પરમેશ્વર ઉપર વિશ્વાસ કરું છું કે, ઈ તમને ખોટા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાથી બસાવી રાખશે. પણ જે માણસ તમારી હાટુ મુશ્કેલીઓ ઉભી કરે છે ઈ કોય પણ હોય, પરમેશ્વર દ્વારા સજા પામશે.


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, આપણા પરભુ ઈસુ મસીહના મહિમામય બાપ, તમને આત્મા દેય, જે તમને હમજદાર બનાવી દેહે અને પરમેશ્વરને તમારી ઉપર પરગટ કરશે, જેથી તમે એને ઓળખી હકો.


આપડે બીજાઓને મસીહના વિષે બતાવીએ છયી ઈ પુરા જ્ઞાન હારે જે પરમેશ્વરે આપણને આપ્યુ છે, બધાયને સેતવણી આપે છે, અને બધાયને શિક્ષણ આપે છે, જેથી કોય માણસ મસીહમા એક પાકો વિશ્વાસી બની હકે જઈ પરમેશ્વરની હામે ઉભો થય હકે.


એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.


એકબીજા વિશ્વાસી ભાઈઓથી પ્રેમ રાખવો તમે પોતે જ પરમેશ્વરથી શીખા છો, ઈ હાટુ તમને સાથી વિશ્વાસીઓની હારે પ્રેમ રાખવા હાટુ મારે લખવાની કાય જરૂર નથી.


જેથી પરમેશ્વરનો માણસ પુરી રીતેથી લાયક બને, અને બધાય હારા કામો કરવા હાટુ તૈયાર થય જાય.


પણ બીજી બાજુ જેઓ વિશ્વાસમાં પરિપક્વ છે ઈ હાટુ કે, જેઓ હાસા અને ખોટાને પારખવામાં મજબુત છે, તેઓને હાટુ ભારે ખોરાક છે.


પણ જે કોય પરમેશ્વરનાં વચનનું પાલન કરે છે, એનામા ખરેખર પરમેશ્વરનો પ્રેમ પુરો થયો છે, અને અમને એનાથી જ ખબર પડે છે કે, આપડે પરમેશ્વરમાં બનેલા રેયી છયી.


Lean sinn:

Sanasan


Sanasan