Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 3:14 - કોલી નવો કરાર

14 એવી રીતે હું ઈ લક્ષ તરફ ધોડતો જાવ છું કે, જેથી ઈ ઈનામ મને મળે, ઈ હાટુ કે, મને મસીહ ઈસુમાં પરમેશ્વરનાં સ્વર્ગીય આમંત્રણના ઈનામ હાટુ બોલાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 3:14
20 Iomraidhean Croise  

નિયમ જે પરમેશ્વરે મુસાને આપ્યુ અને જે આગમભાખીયાઓએ લખ્યું હતું ઈ યોહાન જળદીક્ષા આપનારના આવ્યા હુધી પોકારવામાં આવ્યું હતું. તઈ જેમ કે, મે તમને પરચાર કરયો હતો કે, પરમેશ્વર જલ્દી પોતે રાજાની જેવો દેખાહે. ઘણાય લોકો ઈ સંદેશાને અપનાવે છે અને પરમેશ્વરને વારેઘડીએ તેઓના જીવનમાં રાજ કરવા હાટુ કેય છે.


કેમ કે, પરમેશ્વરનાં કૃપાદાન અને આમંત્રણ ઈ કોયથી રદ થાય એવા નથી.


તમે જાણો છો કે, શરતમાં દોડનારા બધાય તો ઈનામ હાટુ ધોડે છે, પણ ઈનામ એકને જ મળે છે તમે એવું ધોડો કે, ઈનામ તમને મળે.


અમે આ હળવી અને થોડીક મુશ્કેલી ભોગવી છયી, પણ એની દ્વારા અમને એના કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને અનંતકાળની મહિમા પ્રાપ્ત થાહે.


કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્‍નતી છયી.


કોય પણ તમને પોતાની જાત અપમાનિત કરવાથી અને સ્વર્ગદુતોનું ભજન કરવા દ્વારા તમને ઈનામથી છેતરી નો લેય, એવો માણસ દર્શનની વાતોમાં લાગેલો રેય છે. અને એની જગતની હમજણ એને કોય પણ કારણ વગરનું અભિમાની બનાવી દેય છે.


કે, તમે પોતાના જીવનને એવી રીતે જીવો જેને પરમેશ્વર માન આપે, જે તમને પોતાના રાજ્યમા અને મહિમામાં ભાગીદાર થાવા હાટુ બોલાવે છે.


કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.


ઈ હાટુ હવે, મસીહ વિષે પાયાના દાખલાઓનું શિક્ષણ જે આપણે પેલાથી શીખ્યા છયી એને રેવા દઈને હવે આપણે પુરેપુરા આગળ વધી; અને જીવતી વસ્તુઓના કામ વિષે પસ્તાવાનો અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવો,


ઈ હાટુ પરમેશ્વરનું પાલન કરવા હાટુ પોતાના મગજને તૈયાર કરો. મારો મતલબ ઈ છે કે, તમારે તમારા મનને નિયંત્રણ કરવા જોયી. આશા રાખો કે, તમે હારી વસ્તુઓ મેળવશો જે પરમેશ્વર કૃપાથી તમારી હાટુ કરશે જઈ ઈસુ મસીહ સ્વર્ગથી પાછો આયશે.


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


પરમેશ્વરે પોતાના સામર્થ્ય દ્વારા આપણને ઈ બધુય દીધુ છે જે આપણને એક પરમેશ્વરનું જીવન જીવવા હાટુ જોયી. ઈ શક્ય છે કેમ કે, અમે પરમેશ્વરને જાણી છયી અને ઈ ઈજ છે જેણે આપણને પોતાની મહિમા અને ભલાયથી એના લોકો થાવા હાટુ બોલાવ્યા છે.


હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું


Lean sinn:

Sanasan


Sanasan