Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 3:13 - કોલી નવો કરાર

13 હે ભાઈઓ મારી ભાવના આ નથી કે, મે મેળવી લીધું છે, પણ ફક્ત આ એક કામ કરું છું કે, જે પેલા થય ગયુ છે એને ભૂલીને ભવિષ્યમાં શું થાહે ઈ લક્ષની હાટુ હું કડક મેનત કરું છું

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 3:13
15 Iomraidhean Croise  

પણ ફક્ત એક જ વાતને ખરેખર હાંભળવાની જરૂર છે કે, હું શું શિક્ષણ આપું છું મરિયમે હારી પસંદગી કરી છે. ઈ કરવાથી જે આશીર્વાદ મેળવે છે ઈ એનાથી લય લેવામાં આયશે નય.”


પણ ઈસુએ જવાબ દીધો કે, “જે કોય હળ ઉપર હાથ મુકયા પછી વાહે નો જોતો હોય, ઈ પરમેશ્વરનાં રાજ્યને લાયક છે.”


ઈ હાટુ હવેથી આપડે માણસની રીતે કોયનો ન્યાય કરતાં નથી, જો કે મસીહને અમે પેલા માણસની રીતે જોતા હતા, પણ હવેથી અમે આવી રીતે કોયનો ન્યાય કરતાં નથી.


એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.


હું ઈ નથી કેતો કે, મને પેલાથી જ મળી ગયુ છે, કા હું પુરેપુરો થય ગયો છું પણ કોશિશ કરીને આગળ આવું છું; જેથી ઈ મને મળી જાય જેની હાટુ મસીહ ઈસુએ મને ગમાડયો છે.


પણ ખરેખર બધીય વસ્તુથી મારા પરભુ મસીહ ઈસુને ઓળખવા ઈ જ મારી હાટુ વધારે મહત્વનું હમજુ છું; જેના કારણે મે બધીય વસ્તુઓને મુકી દીધી છે અને એને કસરો જ હમજુ છું જેથી હું મસીહને મેળવી હકુ.


ઈ હાટુ હવે, મસીહ વિષે પાયાના દાખલાઓનું શિક્ષણ જે આપણે પેલાથી શીખ્યા છયી એને રેવા દઈને હવે આપણે પુરેપુરા આગળ વધી; અને જીવતી વસ્તુઓના કામ વિષે પસ્તાવાનો અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવો,


હે વાલાઓ, આ એક વાતને કોયદી નો ભુલતા કે, પરમેશ્વર હાટુ એક દિવસ એક હજાર વરહ બરોબર છે, અને એક હાજર વરહ એક દિવસ બરોબર છે, એના હાટુ એક દિવસ અને એક હજાર વરહ બધુય હરખું છે.


Lean sinn:

Sanasan


Sanasan