Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 2:3 - કોલી નવો કરાર

3 પોતાના ફાયદા અને અભિમાન હાટુ કાય નો કરો, પણ દરેકે નમ્રભાવથી પોતાના કરતાં બીજાને વધારે લાયક ગણવા.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 2:3
24 Iomraidhean Croise  

હું તમને કવ છું કે, “ઈ પેલો નય, પણ ઈ વેરો ઉઘરાવનારો જ પરમેશ્વરની હામે ન્યાયી ઠરયો, અને ઈ પોતાના ઘરે વયો ગયો, કેમ કે, જે કોય માણસ પોતાને ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરવામાં આયશે.”


ભાઈઓની પ્રત્યે જેવો ગાઢ પ્રેમ એક-બીજાની ઉપર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને વધારે ગણો.


દિવસના અજવાળામાં જીવનારા લોકોની જેમ આપડુ વરતન લાયક રાખી. એટલે કે, આપડે ભોગવિલાસમાં, નશાખોરીમાં, છીનાળવામાં ભુંડી ઈચ્છાઓ, બાધણા કે, ઈર્ષામાં જીવી નય.


પણ જે સ્વાર્થી છે અને હાસને નથી માનતા અને જે ભુંડુ કરવા માગે છે, એની ઉપર પરમેશ્વર ગુસ્સે થાહે અને બોવજ કઠણ દંડ આપશે.


કેમ કે, હું ગમાડેલા ચેલાઓમાં બધાયથી ઓછો મહત્વનો છું, જે ગમાડેલો ચેલો કેવાને લાયક પણ નથી કેમ કે, મેં પરમેશ્વરની મંડળીમાં વિશ્વાસીઓને સતાવ્યા હતા.


કેમ કે તમે હજી સંસારિક છો. કેમ કે તમારામાં અદેખાઈ અને બાધણા છે, ઈ હાટુ શું તમે સંસારિક નથી, અને સંસારિક માણસોની માફક વર્તતા નથી?


કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.


પણ જો તમે જનાવરની જેમ એક-બીજા કવડો અને ફાડો છો, તો તમારે સાવધાન રેવું જોયી કે, ક્યાક તમે એક-બીજાનો નાશ નો કરી નાખો.


ઈ હાટુ આપડે ગર્વ નો કરવો જોયી, આપડે એક-બીજાને ખીજાવું નો જોયી કે, આપડે એક-બીજાની ઈર્ષા નો કરવી જોયી.


એટલે કે, બધીય ગરીબાય અને નમ્રતા અને ધીરજ ધરીને પ્રેમથી એક-બીજાની ભુલને સ્વીકારો.


આપડે મસીહના પ્રત્યે શ્રધ્ધા ભગતી રાખવાના કારણે એક-બીજાને આધીન રયો.


બધુય કચ કચ અને કંકાસ કરયા વગર કરો.


ઈ હાટુ જઈ કે, પરમેશ્વરે તમને પોતાના પવિત્ર લોકો થાવા હાટુ ગમાડયો છે અને તમને પ્રેમ કરે છે, મોટી દયા, ભલાય, દયાળુ, નમ્ર, અને સહનશીલતા અપનાવો.


પણ હવે તમે પણ આ બધાયને જેમ કે, ગુસ્સો, રીહ કરવી, વેર ભાવ, નિંદા, અને ગાળું બોલવાનુ, બંધ કરવુ જોયી.


તો ઈ અભિમાની છે, અને ઈ કાય નથી હમજતો. તેઓ શબ્દોના અરથ વિષે બીજા લોકોની હારે વાદ-વિવાદ, કરવાની ઈચ્છા રાખે છે; જેના લીધે ઈર્ષા, બાધણા, નિંદા, અને ખોટી શંકાઓ થાય છે,


મારા પત્રના આ ભાગને પુરો કરવા હાટુ, હું તમને બધાયને કવ છું કે, તમે જે વિસારો છો એમા એક-બીજાથી સહમત થાવ. એક-બીજા પ્રત્યે ભાઈઓના જેવી લાગણી રાખો. એક-બીજાની હારે એક જ પરિવારના સભ્યો રૂપે પ્રેમ કરો. એક-બીજા ઉપર સહાનુભુતિ રાખો. નમ્ર થાવ.


હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”


Lean sinn:

Sanasan


Sanasan