Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 2:22 - કોલી નવો કરાર

22 પણ તિમોથીને તો તમે જાણો છો કે, એનો સ્વભાવ હારો છે; જેમ દીકરો બાપની હારે રેય છે, એમ જ એણે હારા હમાસારનો પરચાર કરવામા મારો સાથ દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 2:22
20 Iomraidhean Croise  

લુસ્ત્રા અને ઈકોનીયા શહેરના વિશ્વાસી લોકોમા એની આબરૂ હતી.


પરમેશ્વર આપણને આવકારે છે કેમ કે, આપડે ધીરજ રાખવાનુ શીખા છયી અને કેમ કે, ઈ આપણને આવકારે છે, ઈ હાટુ આપણને આશા છે.


હવે જો તિમોથી તમારી પાહે કરિંથ શહેરમાં આવે, તો એની હારે માનથી વ્યવહાર કરજો કેમ કે, ઈ પણ મારી જેમ પરભુનું કામ કરે છે.


ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.


કેમ કે, મેં ઈ હાટુ પણ પત્ર લખ્યો હતો કે, તમને પારખી જાવ કે તમે મારી બધીય વાતોનું પાલન કરવા હાટુ તૈયાર છો કે નય.


અને તેઓની હારે આપડે અને એક વિશ્વાસી ભાઈને પણ મોક્લીયા છે, જેને આપડે વારા-ઘડીયે પારખી છયી અને ઈ બોવ બધી વાતોમાં મદદ કરવામાં ઉત્સાહ દેખાડે છે, પણ હવે એને તમારી ઉપર બોવ જ ભરોસો છે, આ કારણે ઈ બોવ વધારે મદદ કરવા હાટુ ઉત્સાહી છે.


ઈ હાટુ એના પ્રત્યે તમારો પ્રેમ દેખાડો, અને મંડળીના બધાય વિશ્વાસીઓને એવું સાબિત કરીને દેખાડો કે, તમારા વિષે અમારું અભિમાન હાસુ છે.


હું તમને કોય આજ્ઞા નથી આપતો, પણ બીજા લોકોની તાલાવેલીનો દાખલો આપીને હું તમારા પ્રેમની હાસાય પારખવા માગું છું


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે ઈ જાણી લ્યો કે, મને પડેલાં દુખો હારા હમાસારને રોકવાને બદલે એનો પરચાર કરવામા મદદરૂપ થયા છે.


જેઓ પ્રેમથી દોરવાયને આ કામ કરે છે તેઓ જાણે છે કે, હું હારા હમાસારનું સમર્થન દેવા હાટુ નિમાયેલો છું


જઈ-જઈ હું તમને હારા હમાસારની લીધે યાદ કરું છું તઈ-તઈ હું મારાં પરમેશ્વરનો આભાર માનું છું


તમારી બધાય હાટુ આ પરમાણે માનવું મને હાસુ લાગે છે; કેમ કે, મારા જેલખાનાનાં વખતે અને હારા હમાસારનો બસાવ કરવામા અને એને સાબિત કરવામા તમે બધાય કૃપામા મારા ભાગીદાર છો, એથી હું તમને મારા હૃદયમાં રાખું છું


કેમ કે, મારી પાહે એવો બીજો કોય પણ નથી, જે તિમોથીની જેમ સોખા મનથી તમારા ઉપકારના લીધે હરખી રીતે કાળજી રાખે.


હે દીકરા તિમોથી, હું ઈ આજ્ઞા તને આપી રયો છું અને હું તને ઈ વાતોને યાદ કરવા હાટુ કવું છું જે ભૂતકાળમાં આગમભાખીયાઓએ કીધી હતી કે, તારી હારે થાહે. તને ખોટા શિક્ષકોની વિરુધ હારી રીતે લડવા હાટુ ઈ શબ્દોનો ઉપયોગ એક હથિયારની જેમ કરવુ જોયી.


જો તુ વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વારંવાર યાદ કરાવતો રેય, તો તું ઈસુ મસીહનો હારો સેવક બનય, અને તઈ તું સંદેશ અને હારા શિક્ષણથી મજબુત કરવામાં આવય, જે વચનનું તે હાસી રીતે પાલન કરયુ છે.


હે તિમોથી, તુ જે મારા દીકરાની જેમ છે, હું પાઉલ તને આ પત્ર લખી રયો છું પરમેશ્વર બાપ, અને આપડા પરભુ ઈસુ મસીહની તરફથી કૃપા, દયા, અને શાંતિ તને મળતી રેય.


પણ હે તિમોથી, મારું શીખવવુ, મારી સાલ-સાલગત, મારા મનની ઈચ્છાઓ, મારો વિશ્વાસ, મારું સહન કરવું, મારો પ્રેમ, મારી ધીરજ, મારી સતાવણી, અને મારું દુખ ભોગવવાની વિષે તું હારી રીતે જાણ છો.


હું પાઉલ આ પત્ર તિતસને લખી રયો છું, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મારા દીકરા જેવો છે, પરમેશ્વર બાપ, અને આપડા તારનાર ઈસુ મસીહની તરફથી કૃપા અને શાંતિ તને મળતી રેય.


Lean sinn:

Sanasan


Sanasan