Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 1:9 - કોલી નવો કરાર

9 અને હું ઈ પ્રાર્થના કરું છું કે, એકબીજાની પ્રત્યે તમારો પ્રેમ, અને બધાય પરકારનું જ્ઞાન અને હમજણ હારે ખુબ આગળ વધતો જાય,

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 1:9
19 Iomraidhean Croise  

વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


પણ જેમ તમે બધીય બાબતોમાં, જેમ કે, વિશ્વાસમાં, બોલવામાં, જ્ઞાનમાં, તાલાવેલીમાં અને અમારી ઉપરનાં તમારા પ્રેમમાં વધ્યા, એવી જ રીતે આ ઉદારતાની સેવામાં હોતેન વધતા જાવ.


ઈ કારણે મુરખા નો થાવ પણ ઈ જાણવાનો પ્રયત્ન કરીને બુદ્ધિશાળીની જેવા બનો કે, પરભુ તમારીથી શું કરાવવા માગે છે.


ઈ હાટુ જે દીવસથી આ હાંભળ્યું છે, અમે પણ સદાય તમારી હાટુ આ પ્રાર્થના કરી રયા છયી, અને પરમેશ્વરને વિનવણી કરી છયી જેથી પરમેશ્વરની આત્મા તમે જ્ઞાન અને બુદ્ધિ આપે જેનાથી તમે ઈચ્છાઓને પુરી રીતે હમજી હકો.


અને હવે તમે એક નવા માણસ બની ગયા છો. પરમેશ્વરે તમને એક નવો માણસ બનાવ્યો છે. ઈ તમે વધારેને વધારે પોતાની જેવો બનાવી રયો છે એટલે એને વાસ્તવમાં જાણશો.


અમે પ્રાર્થના કરી છયી કે, પરભુ એવુ કરે કે, જેવો અમે તમને પ્રેમ કરી છયી, એમ જ તમે પણ એક-બીજાને પ્રેમ કરો, અને બધાય લોકોની હારે તમારો પ્રેમ હજીય વધે, અને વધતા જાવ.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.


હું પ્રાર્થના કરું છું કે, વિશ્વાસીઓની હારે તારી જે સંગતી છે, તારી આ બધીય હારી વાતો જાણવા દ્વારા જે પરમેશ્વરે આપણને આપી છે, વધતી જાય. આ બધીય મસીહની મહિમાના લીધે થાવ.


પણ બીજી બાજુ જેઓ વિશ્વાસમાં પરિપક્વ છે ઈ હાટુ કે, જેઓ હાસા અને ખોટાને પારખવામાં મજબુત છે, તેઓને હાટુ ભારે ખોરાક છે.


કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.


એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan