24 પણ તમને મદદ કરવા હાટુ મારે માણસ દેહમાં જીવતા રેવું વધારે જરૂરી છે.
તો પણ હું તમને હાસુ કવ છું કે, મારું જાવાનું તમારી હાટુ હારું છે કેમ કે, જો હું નો જાવ, તો ઈ મદદગાર તમારી પાહે નય આવે, પણ જો હું જાવ, તો એને તમારી પાહે મોકલી દેય.
પણ માણસ દેહમાં જીવવું ઈ જો મારાં કામનું ફળ હોય તો મારે શું ગમાડવું ઈ હું જાણતો નથી.
કેમ કે, આ બેય બાબતો વસે હું મુંજવણમાં છું દેહમાંથી નીકળવાની અને મસીહની હારે રેવાની મારી ઈચ્છા છે, કેમ કે, ઈ વધારે હારું છે,