Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની સુવાર્તા 8:3 - કોલી નવો કરાર

3 અને રાજા હેરોદના ખોઝા કારભારીની બાયડી યોહાન્ના અને સુસાન્ના અને બીજી ઘણીય બધીય બાયુ જે પોતાની પુંજી વાપરીને ઈસુ અને એના ચેલાઓની સેવામા મદદ કરતી હતી ઈ હોતન તેઓની હારે હતી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની સુવાર્તા 8:3
19 Iomraidhean Croise  

ઈ વખતે ગાલીલ જિલ્લાના હેરોદ રાજાએ ઈસુની વાત સીત હાંભળી.


કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની લીધે, યોહાનને પકડયો હતો, અને એને બાંધીને જેલખાનામાં નાખ્યો હતો.


પણ જઈ હેરોદનો જનમનો દિવસ આવ્યો, તઈ હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને તેઓને અને હેરોદને રાજી કરયા.


તેઓએ ઘરમાં જયને બાળકને એની માં મરિયમની પાહે જોયો, પગમાં પડીને એનું ભજન કરયુ, પછી તેઓએ પોત પોતાની ઝોળીઓ ખોલીને, એણે હોનું, લોબાન અને બોળનો સડાવો કરયો,


હાંજ પડી તઈ દ્રાક્ષાવાડીના માલીકે પોતાના કામની જવાબદારી રાખવાવાળાને કીધુ કે, “મજુરોને બોલાવીને જે બધાયથી છેલ્લે કામ કરવા હાટુ આવ્યા હતા, તેઓથી લયને પેલા હુધી તેઓની મજુરી તેઓને આપી દેય.”


તઈ હું, રાજા તેઓને જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ મારા ભાઈઓમાના બોવ નાનામાંથી એક ચેલાની હાટુ તમે કાય કરયુ એટલે ઈ તમે મારી હારે કરયુ.”


ગરીબો સદાય તમારી હારે છે, પણ હું સદાય તમારી હારે રેવાનો નથી.


ન્યા ઘણીય બાયુ હતી, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલ જિલ્લાથી એની પાછળ આવી હતી, તેઓ આઘેથી જોયા કરતી હતી.


હવે બાયુએ જે આ વાત ગમાડેલા ચેલાઓને કીધી હતી ઈ મરિયમ જે મગદલા શહેરની હતી, યોહાન, યાકુબની માં મરિયમ અને તેઓની હારે બીજી બાયુ હતી.


એણે આ વાત ઈ હાટુ નોતી કીધી કે, એને ગરીબોની સીંતા હતી, પણ ઈ હાટુ કીધી કે, ઈ સોર હતો અને એની પાહે એના ખરસ હાટુ રૂપીયાની એક થેલી હતી અને એમાંથી રૂપીયા સોરી લેતો હતો.


અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.


તમે આપડા પરભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ તો રૂપીયાવાળા હોવા છતાં તમારી હાટુ ગરીબ બન્યા કે, જેથી તમે એની ગરીબીના કારણે રૂપીયાવાળા બનો.


બધાય પવિત્ર લોકો ખાસ કરીને જેઓ રોમી પરદેશના રોમી સમ્રાટનાં મહેલમાં જેઓ વિશ્વાસી છે, તમને સલામ કેયી છયી.


અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


Lean sinn:

Sanasan


Sanasan