Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 1:3 - કોલી નવો કરાર

3 કેમ કે, તમે જાણો છો કે, જઈ તમારો વિશ્વાસ પારખવામા આવે છે, તઈ તમારી ધીરજ વધે છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 1:3
15 Iomraidhean Croise  

જો તમે તમારા વિશ્વાસમા મક્કમ રેહો, તો આ બધાયમાંથી તમારી જાતને બસાવી લેહો.


જેટલી વાતો પેલાથી શાસ્ત્રમા લખેલી છે, ઈ આપડા જ શિક્ષણ હાટુ લખેલુ છે કે, જેથી શાસ્ત્રમાંથી મળતા ધીરજ અને પ્રોત્સાહનથી આપડામાં આશા ઉત્પન થાય.


જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.


પણ આપડે કાક એવુ મેળવવાની આશા છે જે આપડી પાહે હજી હુધી નથી ઈ હાટુ આપડે ધીરજ હારે ન્યા હુધી વાટ જોયી છયી જ્યાં હુધી કે આપડે એને મેળવી નો લેયી.


અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.


અમે આ હળવી અને થોડીક મુશ્કેલી ભોગવી છયી, પણ એની દ્વારા અમને એના કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને અનંતકાળની મહિમા પ્રાપ્ત થાહે.


અમે પ્રાર્થના કરી છયી કે, પરમેશ્વર એની મહિમાના સામર્થથી તમને મજબુત બનાવે જેનાથી તમે ધીરજ અને આનંદથી પોતાના દુખોને સહન કરી હકો.


ઈ હાટુ આપડે પરમેશ્વરની મંડળીમાં તમારી વિષે અભિમાન કરે છે કેમ કે, તમે દુખ અને સતાવથી સહન કરતાં જાવ છો તો પણ તમે ધીરજથી સહન કરો છો અને ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.


પરભુ તમને આ હમજાવવા હાટુ મદદ કરે કે, પરમેશ્વર તમને કેટલો પ્રેમ કરે છે, અને ઈસુ મસીહની જેમ ધીરજ રાખો.


તમે પરમેશ્વરની ઈચ્છા પુરી કરી હકો, ઈ હાટુ તમારે ધીરજ રાખવાની જરૂર છે.


આપડી સ્યારેય બાજુ બોવ બધાય લોકો છે એનું જીવન આપણને બતાવે છે, ઈ હાટુ આવો, દરેકને એક રોક્વાવાળી વસ્તુ, અને ઘુસવણવાળા પાપોને છેટા કરીને, ધીરજથી ઈ હરીફાયમાં આગળ વધી; જેમાં આપડે ધોડવાનુ છે.


આ ઈ હાટુ છે જેથી તમે આળસુ નો બનો, પણ જે લોકોએ પોતાના વિશ્વાસ અને ધીરજના કારણે પરમેશ્વરનાં વાયદાને મેળવા છે એને નમુનો રાખીને એની પરમાણે કરો.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


અને તમારે ખાલી ઈજ નો જાણવું જોયી કે હમજદારીથી કેવી રીતે વ્યવહાર કરવાનો છે, પણ તમારે પોતાની જાતને હોપી દેવી જોયી, તમારે નો ખાલી પોતાને સંયમિત કરવા જોયી પણ તમારે મુસીબતમાં ધીરજ રાખવી જોયી, અને તમારે નો ખાલી ધીરજ જ રાખવી જોયી પણ તમારે એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને વફાદાર રયને માન આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan