Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 6:9 - કોલી નવો કરાર

9 વળી માલિકો, તમે ચાકરોની હારે એમ જ વરતો, ધમકી આપવાનું છોડી દયો, અને જાણો કે, તેઓનો અને તમારો પણ એક જ માલીક સ્વર્ગમાં છે, અને એની પાહે કોયનો પક્ષ નથી.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 6:9
40 Iomraidhean Croise  

ઈ ચાકરોએ બારે મારગમાં જયને હારા-નહરા જેટલાં તેઓને મળ્યા ઈ બધાયને ભેગા કરયા, ઈ હાટુ મેમાનોથી ભોજનાલય ભરાય ગયુ.


પછી ઈ પોતાના ચાકરોને કેય છે કે, લગનનું જમણવાર તૈયાર છે, હાસુ પણ નોતરેલા લોકો લાયક નોતા.


પણ જો કારભારી ખરાબ હોય અને પોતાના મનમા વિસારે કે, મારા માલીકને આવવાની બોવ વાર છે.


અને એને કઠોર સજા આપશે અને એનો ભાગ ઢોંગીઓની હારે ગણાયશે, ન્યા રોવું અને દાંતની સકીયું સડાવવી પડશે.


ઈ કારણે જે કાય તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો; કેમ કે, નિયમ અને આગમભાખીયાઓનું શિક્ષણ ઈ જ છે.


અને જેમ તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો.


તમે મને ગુરુ અને પરભુ કયો છો, અને જો તમે કયો છો ઈજ હાસુ છે, કેમ કે હું તમારો ગુરુ અને પરભુ છું


તઈ પિતરે કીધું કે, “હવે મને પાક્કું હમજાણું કે પરમેશ્વર કોયનો ભેદભાવ કરતાં નથી.


કેમ કે પરમેશ્વર બધાય લોકો હારે એક હરખો વ્યવહાર કરે છે.


હું કરિંથી શહેરમાં પરમેશ્વરની મંડળીને અને તમને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાના લોકોની જેમ તમને મસીહ ઈસુની હારે એક મંડળી કરીને પોતાના પવિત્ર લોકોની હાટુ બોલાવ્યો છે કેમ કે એણે બીજા બધાયને ગમાડયા છે જે આપડા પરભુ ઈસુ મસીહની દરેક જગ્યાએ સેવા કરે છે.


કેમ કે, જે દાસની દશામાં પરભુમાં બોલવામાં આવ્યો છે, પરભુએ તમને પાપની તાકાતથી મુક્ત કરયો છે અને એમ જ જે આઝાદની દશામાં બોલાવવામાં આવ્યા છે, તેઓ મસીહના ગુલામ બને છે.


કેમ કે, જે કોય ખરાબ કરે છે પરમેશ્વર એને સજા આપશે કેમ કે, પરમેશ્વર કોયનો ભેદભાવ નથી કરતો.


હે માલિકો, પોતપોતાના નોકરની હારે ન્યાય અને હાસો વ્યહેવાર કરો, હંમજીને સ્વર્ગમા તમારો પણ એક માલીક છે.


કેમ કે, જો તમે બીજાઓની ઉપર દયાળુ નથી, તો પરમેશ્વર પણ તમારી ઉપર દયા કરશે નય. જઈ ઈ ન્યાય કરશે. પણ જો કોય બીજાઓની ઉપર દયા કરશે, તો પરમેશ્વર પણ એની ઉપર દયા કરશે જઈ ઈ ન્યાય કરશે.


જો તમે શાસ્ત્રમા લખેલી આ ખાસ મહત્વના નિયમને પાળો છો, “તો તમે પોતાના પાડોહીથી એવી રીતે પ્રેમ કરો, જેવી રીતે તમે પોતાની જાત ઉપર પ્રેમ કરો છો,” તો તમે ઘણુય હારું કરો છો.


જોવો, જે મજુરોએ તમારા ખેતરમા મેનત કરી છે, તેઓની મજુરી તમે દગાથી રોકી રાખી છે અને મેનત કરનારાઓનો પોકાર સેનાઓના પરભુ પરમેશ્વરે હાંભળો છે.


Lean sinn:

Sanasan


Sanasan