2 જેમાં વચન પણ આપવામાં આવ્યું હોય એવી આ પેલી જ આજ્ઞા છે કે, “તારા માં-બાપને માન આપવું જોયી.”
દરેકને એના જે હક હોય ઈ આપો; જેને કરવેરાનો હક હોય એને કરવેરો, જેને જકાતનો હક હોય એને જકાત, જેને બીકનો હક હોય એને બીક, જેને માનનો હક હોય એને માન આપો.
ઈ હાટુ તારૂ ભલુ થાય, અને પૃથ્વી ઉપર તારી ઉમર મોટી થાય.
અને જો કોય રંડાયેલ બાયુના બાળકો હોય, અથવા દીકરા દીકરીઓ હોય તો મસીહ વિશ્વાસી હોવાના કારણે તેઓ પેલા પોતાના પરિવારની દેખરેખ રાખે. એવુ કરીને તેઓ પોતાના માં-બાપ, દાદા-દાદી, અને આય-આપાના ઉપકારોને પાછા આપે છે. આ પરમેશ્વરને ગમે છે.