કોય ભુંડી વાત તમારા મોઢાથી નો નીકળે પણ ઈ વાતોને કેય જે લોકોની હાટુ જરૂરી છે જે એને વિશ્વાસમાં મજબુત બનવામાં મદદ કરે. તઈ જે કાય પણ તમે કેહો તો ઈ તમારા હાંભળનારનું ભલું કરશે.
જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.
પણ એની પેલા કે એણે સદોમનો વિનાશ કરયો, એણે લોતને જે એક હારો માણસ હતો, શહેરથી કાઢી મુકયો અને એવી રીતે એને બસાવી લીધો. લોત બોવજ દુખી હતો કેમ કે, સદોમ શહેરના લોકો કોય પણ નિયમને માનતા નોતા અને શરમજનક કામો કરતાં હતા.
પણ આ લોકો ઈ વાતોની વિરુધ અપમાનજનક રીતે બોલે છે, જેને તેઓ નથી જાણતા અને જે વાતોને ઈ જાણે છે એને સ્વાભાવિક રીતે વિવેક વગરના જનાવરોની જેમ કરે છે, તો ઈ આવા પાપીલા કામો કરવાથી પોતાનો જ નાશ કરે છે.
જે પોતાની ઉપર નિયંત્રણ નથી રાખતા ઈ દરિયાની મજબુત વિળોની જેમ છે જઈ તોફાન હોય છે અને જે બીજાઓને ખરાબ કરે છે, એના શરમજનક કામોથી, જેમ વિળો, ફીણ અને ગંદગી દરિયા કાઠે લીયાવે છે. ઈ એવા તારાઓ જેવા છે, જે નિયમિત સીધા મારગ ઉપર હાલતા નથી. પરમેશ્વર એને બોવ જ મોટા અંધારામાં સદાય હાટુ નાખી દેહે.