1 તમે પરમેશ્વરનાં વાલા બાળકો છો, એટલે તમારો વ્યવહાર એના સ્વભાવ પરમાણે હોય.
ઈ હાટુ કે, તમે સ્વર્ગમાના બાપના દીકરાઓ થાવ કેમ કે, ઈ ભલા અને ભુંડા લોકો બધાય ઉપર પોતાના સુરજને ઉગાડે છે, ને ભલા અને ભુંડા લોકો ઉપર વરસાદ વરહાવે છે.
ઈ હાટુ તમે સદાય એવુ કામ કરો જે હારૂ છે, જેવું પરમેશ્વર તમારો સ્વર્ગીય બાપ સદાય જે હારૂ છે એવું જ કરે છે.
પણ જેટલાઓએ એનો સ્વીકાર કરયો, તેઓને એણે પરમેશ્વરનાં સંતાન થાવાનો અધિકાર આપ્યો, તેઓ જેઓએ એની ઉપર વિશ્વાસ રાખ્યો છે.
એક-બીજા ઉપર દયાળુ અને માયાળુ થાવ, અને જેમ પરમેશ્વરે મસીહમાં તમારા અપરાધ માફ કરયા, એમ જ તમે પણ એક-બીજાના અપરાધો માફ કરો.
જેથી તમે કપટી અને આડી પ્રજા વસે પરમેશ્વરનાં પવિત્ર સંતાનની જેમ નિરદોષ અને ભોળા થયને જીવો. જેઓની વસે જીવનનું વચન પરગટ કરીને જગતમાં જ્યોતની જેમ સમકો.
ઈ હાટુ જઈ કે, પરમેશ્વરે તમને પોતાના પવિત્ર લોકો થાવા હાટુ ગમાડયો છે અને તમને પ્રેમ કરે છે, મોટી દયા, ભલાય, દયાળુ, નમ્ર, અને સહનશીલતા અપનાવો.
હે વાલા મિત્રો, જઈ પરમેશ્વરે આપણને એવો પ્રેમ કરયો, તો આપડે પણ એક-બીજા ઉપર પ્રેમ રાખવો જોયી.