ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું”
હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.”
ઈસુએ તેઓને કીધું કે, “જો હું પોતે જ મારી સાક્ષી આપું છું, તો પણ મારી વાતો હાસી છે, કેમ કે હું જાણું છું કે, હું ક્યાંથી આવ્યો છું, ક્યા જાવ છું? પણ તમે નથી જાણતા કે, હું ક્યાંથી આવું છું, અને ક્યા જાવ છું
પણ આપડે ઈસુને જોયી છયી! એને થોડાક વખત હાટુ સ્વર્ગદુતોથી થોડુક જ ઓછું સામર્થ્ય આપવામાં આવ્યું, જેથી પરમેશ્વરની કૃપાથી ઈ બધાય લોકો હાટુ મરી જાય. અને એણે દુખ સહન કરયુ અને મરી ગયો, આ કારણોસર એને મહિમા અને આવકાર નો મુગટ પેરાવવામાં આવ્યો.