Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 4:11 - કોલી નવો કરાર

11 આ મસીહ હતો જેણે આ જવાબદારી મંડળીને દીધી, એમ જ કેટલાય ગમાડેલા ચેલાઓ, કેટલાય આગમભાખીયાઓ, કેટલાય હારા હમાસાર પરચારકો, કેટલાયને પાળકો અને શિક્ષકો બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 4:11
19 Iomraidhean Croise  

અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.


તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.


બીજા દિવસે અમે ન્યાંથી હાલીને કાઈસારિયા શહેરમાં આવ્યા, અને ફિલિપ ઈ હારા હમાસાર પરસાર કરનારા હાતમાંથી એક હતો, એની ઘરે જયને ચેલાઓ રયા.


કા પછી જો સેવા કરવાનું વરદાન મળ્યું હોય, તો સેવા કરવી, જો શિક્ષણ આપવાનું વરદાન હોય, તો શીખવાડવું.


જુદી જુદી પરકારના વરદાનો હોય છે, પણ આત્મા એકનો એક જ છે.


એક હારે આપણે એનુ ઘર છયી, જે ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓના પાયા ઉપર બનેલું છે અને એનો ખૂણાનો પાણો પોતે મસીહ ઈસુ છે.


ભૂતકાળમાં પરમેશ્વરે લોકોને આ રહસ્ય પરગટ નથી કરયુ. પણ હવે એને આત્મા દ્વારા આપડા પવિત્ર ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓને એનો ખુલાશો કરયો છે.


ઈ હાટુ શાસ્ત્ર કેય છે, ઈ ઉસે સ્વર્ગમાં સડયો અને ઈ પોતાની હારે કેટલાય કેદીઓને લય ગયો, તેઓએ માણસોને દાન દીધુ.


પણ તુ બધીય વાતોમાં પોતાની ઉપર કાબુ રાખ, અને ધીરજથી દુખ સહન કર, હારા હમાસારનો પરચાર કરવા હાટુ કઠણ મેનત કર, અને પરમેશ્વરનાં સેવકની જેમ ઈ બધાય કામો કર જે તને એણે હોપા છે.


કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી.


પણ વાલાઓ, આપડા પરભુ ઈસુ મસીહના ગમાડેલા ચેલાઓ આ વાતો બોવ પેલા જ કય સુકયા છે જે હવે પછી થાહે, એને તમે યાદ કરો.


પછી કોકે સ્વર્ગથી કીધુ કે, “હે સ્વર્ગમા રેનારા, બાબિલ શહેરની હારે જે થયુ છે એની ઉપર રાજી થા! તમે જે પરમેશ્વરનાં લોકો છો, જેમા ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓ હારે છે, રાજી થાવ. તમારે રાજી થાવુ જોયી; પરમેશ્વરે ઈ લોકોને વ્યાજબી સજા આપી છે કેમ કે, તેઓએ તમારી વિરુધ બોવ જ ખરાબ કામ કરયુ છે.”


તેઓએ શહેરની દીવાલ પાયાની બારે પાણાની ઉપર બનાવી હતી અને દરેક પાણા ઉપર ઘેટાના બસ્સાના બાર ગમાડેલા ચેલાઓમાંના એક-એકનુ નામ લખેલુ હતુ.


Lean sinn:

Sanasan


Sanasan