8 હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.
પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.
પવિત્ર આત્માનો આજ અરથ છે જઈ તેઓ કેય છે, નો કોયે કોયદી જોયું છે, અને નો કોયદી કોયે હાંભળ્યું છે, અને નો કોયદી કોયે ઈ ભલી વસ્તુઓના વિષે હમજયો છે, જે પરમેશ્વરે ઈ લોકોની હાટુ તૈયાર કરી છે જે એને પ્રેમ કરે છે.
કેમ કે, પરમેશ્વર, સુન્નતીઓનો યહુદીઓની વસ્સે એક ગમાડેલો ચેલો થાવા હાટુ પિતરની નિમણુક કરી છે, આ ઈ જ હતો જેણે મને બિનયહુદીઓ વસ્સે ગમાડેલો ચેલો થાવા હાટુ નિમણુક કરયો.
પરમેશ્વરે આવું ઈ હાટુ કરયુ જેથી આવનારા દિવસોમાં ઈ જગતના લોકોને દાખલા તરીકે દેખાડી હકે કે, એની કૃપા કેટલી મહાન છે, જે કાય એણે આપડી હાટુ કરયુ છે આપડે ઈ કૃપા દેખાડવામાં આવી છે જે મસીહ ઈસુની હારે એકતામાં જોડાયેલી છે.
આ કારણથી હું, પાઉલ તમારી હાટુ પ્રાર્થના કરું છું. હું જેલખાનામાં છું કેમ કે, હું મસીહ ઈસુનું કામ કરું છું, જેમ કે બિનયહુદીઓ હાટુ હારા હમાસારનો પરચાર કરવો છે.
પરમેશ્વરે પોતાના ઈ કિંમત અને મહિમાનું ગુપ્ત જે એની પાહે બધાય લોકો હાટુ છે, પોતાના લોકો ઉપર પરગટ કરવાનો ફેસલો લીધો. ઈ ભેદ પોતે મસીહ છે, જે તમારામા છે, આ તમને મહિમામાં ભાગીદારી થવાની આશા આપે છે.
હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.
અને આ કારણથી પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવા, અને એક ગમાડેલો ચેલો અને બિનયહુદી લોકોને વિશ્વાસ અને હાસાયને વિષે શીખવાડવા હાટુ ગમાડયો છે, હું હાસુ જ કવ છું કાય ખોટુ બોલતો નથી.