Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 1:9 - કોલી નવો કરાર

9 પરમેશ્વરે ઈ જ કરયુ જે એણે ખાનગી રાખ્યું હતું અને આપણને ઈ ખાનગી યોજનાની જાણ કરાવી જે એણે પેલાથી જ મસીહ દ્વારા પુરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 1:9
28 Iomraidhean Croise  

એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી.


તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે.


“બધાયથી ઉચે સ્વર્ગમા પરમેશ્વરને મહિમા થાઓ અને પૃથ્વી ઉપર ઈ લોકોમા શાંતિ થાઓ જેઓથી ઈ રાજી છે.”


આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.


ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.


અને તોય ઈ જ કરયુ જે એના સામર્થ અને મરજીની પેલા જ નક્કી કરી લીધું હતું કે, આ થાવુ જોયી.


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.


કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.


કેમ કે, હું માણસની પાહેથી આ પામેલો કે શીખેલો નથી પણ ઈસુ મસીહે મને હાસી રીતે શીખવાડ્યું છે.


પણ તઈ પરમેશ્વરે ગમાંડયું કે, પોતાના દીકરાને મારી ઉપર પરગટ કરે, જેથી હું બિનયહુદીઓની વસે ઈસુના હારા હમાસાર વિષે પરચાર કરી હકુ. પરમેશ્વર જ છે જેણે મને પેદા થાવાના પેલાથી જ ગમાડી લીધો, અને પોતાની કૃપાના કારણે એણે મને એની સેવા કરવા હાટુ બોલાવ્યો. જઈ ઈસુએ પોતાની જાતને મારી ઉપર પરગટ કરી, તઈ હું સલાહ લેવા હાટુ કોયની પાહે નોતો ગયો.


પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.


પરમેશ્વરે બધાય જ્ઞાનમાં અને બુદ્ધિમાં એણે આપણી ઉપર ઈ કૃપા બોવ વધારે કરી છે.


પરમેશ્વરે પોતાના સનાતન હેતુ પરમાણે મસીહ ઈસુ આપડા પરભુની મારફતે ઈ અપનાવ્યું છે.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.


Lean sinn:

Sanasan


Sanasan