ઈ જ વખતે ઈસુ પવિત્ર આત્માથી હરખાયને બોલ્યો કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે. હા ઓ બાપ કેમ કે, તમને એવુ હારૂ લાગ્યુ છે.
ન્યાયના દિવસે નિનવેહ શહેરના લોકો આ પેઢીના લોકોની હારે અપરાધી ઠરાયશે કેમ કે, યુનાનું શિક્ષણ હાંભળીને તેઓએ પસ્તાવો કરયો અને જોવો, આ ઈ છે કે, જે યુના કરતાં મોટો છે.
ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું”
આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.
અને આ ખાલી પૃથ્વી જ નય કે, જે નિહાકા નાખી રય છે પણ આપડે હોતન જેમાં થાનારી મહિમાના પેલાથી સ્વાદ સાખવાના રૂપમાં પવિત્ર આત્માનો વાસ છે અમે પણ, ઈ વખતની વાટ જોય રયા છયી જઈ અમને પોતાના બાળકો બનાવવા હાટુ પરમેશ્વર ઉપાડી લેહે અને અમારા દેહને બધીય દૃષ્તાથી છુટકારો કરાયશે.
કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.
પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.
ઈ હાટુ અમે સદા તમારી હાટુ પ્રાર્થના પણ કરી છયી, જેથી પરમેશ્વર તમને ઈ જીવનને લાયક બનાવી દેય, જેને જીવવા હાટુ એણે તમને બોલાવીયા છે. અને બધાય ભલાયના કામો કરવાની ઈચ્છા અને વિશ્વાસથી કરેલા બધાય કામોને પોતાના સામર્થથી પુરા કરે.
જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.