Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 1:3 - કોલી નવો કરાર

3 આપડા પરભુ ઈસુ મસીહના બાપ અને પરમેશ્વરની સ્તુતિ થાય, મસીહ હારેના આપડા સબંધને કારણે, સ્વર્ગથી આવનાર બધાય આશીર્વાદો દ્વારા એણે આપણને દરેક રીતેથી આત્મિક રીતે મસીહમાં આશીર્વાદિત કરયા છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 1:3
39 Iomraidhean Croise  

તઈ સિમોને બાળક ઈસુને ખોળામાં લયને પરમેશ્વરની સ્તુતિ કરતાં કીધું કે,


જઈ હું મરણમાંથી પાછો જીવતો થાય તઈ તમે જાણી લેહો કે હું મારા બાપમાં છું, અને તમે મારામાં છો, અને હું તમારામા છું


કે ઈ બધાય એક થાય, હે બાપ, જેમ તુ મારામાં છે, અને હું તારામાં છું, એમ જ ઈ પણ એક થાય, જેનાથી આ જગતના લોકો વિશ્વાસ કરે કે, તે જ મને મોકલ્યો છે.


ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું”


તેવી જ રીતે, આપડે પણ જે મસીહમા વિશ્વાસી છયી, આપડે બધાય મસીહના દેહના સભ્યો છયી અને આપડે બધાય એક-બીજા હારે જોડાયેલા છયી.


ઈ હાટુ ધીરજ અને દિલાસો દેનાર પરમેશ્વર તમને એવુ વરદાન આપે કે, તમે મસીહ ઈસુને અનુસરીને અંદરો-અંદર એક જ મનના થાવ.


પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.


કેમ કે, જે પરકારે દેહ એક છે અને એના અંગો, બોવ છે, અને તે એક દેહના બધાય અંગો, ધણાય હોવા છતાં પણ બધાય મળીને એક જ દેહ છે, એમ જ મસીહ પણ છે.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ અને પરમેશ્વરની સ્તુતિ થાય, જે દયાળુ બાપ દરેક આશ્વાસન આપનારો પરમેશ્વર છે.


પરમેશ્વર, આપડા પરભુ ઈસુનો બાપ જેનું નામ સદાય હાટુ આશીર્વાદિત છે, ઈ જાણે છે કે, હું ખોટુ કેતો નથી.


ઈ હાટુ જો કોય મસીહ ઉપર વિશ્વાસ કરે છે, તો ઈ નવી રસના બની જાય છે. જુની વાતો પુરી થય ગય છે, જોવો, ઈ બધાય નવા થય ગયા છે.


મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી.


પરમેશ્વર ઈ બધાયને આશીર્વાદ આપે છે જે એની ઉપર વિશ્વાસ કરે છે, એમ જ જેમ એણે ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો.


જઈ આ યોજનાને પુરૂ કરવાનો વખત આયશે, તો પરમેશ્વર સ્વર્ગ અને પૃથ્વીની બધીજ વસ્તુઓને મસીહની આધીન રાખશે, જેથી મસીહ બધી વસ્તુઓનો સ્વામી થાય.


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, આપણા પરભુ ઈસુ મસીહના મહિમામય બાપ, તમને આત્મા દેય, જે તમને હમજદાર બનાવી દેહે અને પરમેશ્વરને તમારી ઉપર પરગટ કરશે, જેથી તમે એને ઓળખી હકો.


જેણે મસીહને મરણમાંથી જીવતો ઉઠાડયો અને એને સ્વર્ગમાં પરમેશ્વરનાં જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહાડયો છે.


ઈસુ મસીહની હારે આપડા સબંધને લીધે પરમેશ્વર આપણને એની હારે જીવતા કરયા છે, અને આપણને સ્વર્ગીય જગ્યામાં ઈસુની હારે બેહાડયા છે.


જેથી હાલના વખતમાં સ્વર્ગીય જગ્યાના અધિકારીઓ અને સતા હકાવનારા મંડળી દ્વારા તેઓ પરમેશ્વરનું જ્ઞાન જાણી હકશે.


કેમ કે, આપડે માણસોની હામા બાધણું બાધી રયા નથી. પણ આપડે પ્રધાનો અને અધિકારીઓની હામા અને અંધારાના અધિકારીઓથી અને ખરાબ આત્મિક જગતના સામર્થ્યની હામાં બાધી રયા છયી. ઈ હાટુ સ્વર્ગીય જગ્યાઓમાં ખરાબ આત્મિક લશ્કરોની હામે છે


અને પરમેશ્વર બાપની મહિમા હાટુ દરેક જગ્યાએ દરેક માણસ કબુલ કરે કે, ઈસુ મસીહ પરભુ છે.


જે લોકો સ્વર્ગમાં જે કાય છે એવી વસ્તુઓની મૂર્તિ અને એની જેવી સેવા કરે છે, કેમ કે, જઈ મુસા માંડવા બનાવવાની તૈયારી કરવાનો હતો, તઈ પરમેશ્વરે એને કીધું કે, “જોવ જે નમુનો એને ડુંઘરા ઉપર બતાવ્યો હતો એની પરમાણે બધીય બાબતોની બનાવટ કાળજીથી કર.”


આ કારણે પૃથ્વી ઉપરનો માંડવો અને એમા બધી વસ્તુઓને પશુઓના લોહીથી સોખું કરવુ પડતું હતું અને આ બધીય સ્વર્ગીય વસ્તુઓની જેમ છે. પણ સ્વર્ગીય વસ્તુઓ હાટુ જનાવરોના લોહીથી વધારે હારુ બલિદાન જરૂરી હતું.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.


Lean sinn:

Sanasan


Sanasan