Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 1:23 - કોલી નવો કરાર

23 મંડળી મસીહનો દેહ છે, એને મસીહ દ્વારા પરિપૂર્ણ અને પુરૂ બનાવવામાં આવ્યું છે, જે દરેક જગ્યાએ બધી વસ્તુઓને પોતાની જાતે ભરી દેય છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 1:23
19 Iomraidhean Croise  

કેમ કે, એની કૃપાથી એની ભરપુરી આપડે બધાયે પ્રાપ્ત કરી, અને આશીર્વાદ ઉપર આશીર્વાદ આપ્યો.


એથી તમારે પરમેશ્વરની આધીન થાવાનુ છે ઈ હાટુથી નય કે, તમે સજાથી બસી જાવ પણ ઈ હાટુ કે, તમારો અંતરઆત્મા હારો રેય.


કામો ઘણાય પરકારના છે પણ પરમેશ્વર એકનો એક જ છે જે બધીય બાબતોમાં બધાય લોકોમાં કામ કરે છે.


પણ જઈ બધાય એને આધીન કરાહે, ઈસુ આધીન થયેલાઓને આધીન નય થાય પણ બાપની આધીન થાહે ઈ હાટુ કે, પરમેશ્વર બધાયમાં પુરૂ થાય.


વધસ્થંભ ઉપર પોતાના મોત દ્વારા મસીહે બે જુથોને એક કરી દીધા અને એનો મેળાપ પરમેશ્વરની હારે કરાવી દીધો, આ રીતે યહુદીઓ અને બીજી જાતિઓની વશે દુશ્મની મટાડી દીધી.


જેથી હાલના વખતમાં સ્વર્ગીય જગ્યાના અધિકારીઓ અને સતા હકાવનારા મંડળી દ્વારા તેઓ પરમેશ્વરનું જ્ઞાન જાણી હકશે.


મસીહનો પ્રેમ જે માણસની હમજશક્તિની મર્યાદાની બારે છે ઈ પણ તમે હમજી હકો; કે તમે પરમેશ્વરની પૂર્ણતા પરમાણે પુરેપુરા થાવ.


મસીહ જે નીસે આવ્યો, ઈ જ માણસ છે જે આભથી પણ ઉપર સડી ગયો; જેથી ઈ બધીય વસ્તુઓને ભરી દેય.


એની જવાબદારી ઈ છે કે, ઈ પરમેશ્વરનાં લોકોને એનું કામ કરવા હાટુ તૈયાર કરી હકે અને મસીહનો દેહ એટલે કે, મંડળીનું બાંધકામ બધાતું થાય.


આ ન્યા હુધી સાલું રેહે જ્યાં હુધી કે, આપડે પોતાના વિશ્વાસ અને પરમેશ્વરનાં દીકરાની વિષે આપડી હમજણમાં એક નથી થાતા. તઈ આપડે ડાયા થય જાહુ, જેમ કે, મસીહ છે અને આપડે પુરી રીતેથી એની જેમ થય જાહુ.


જે રીતે એક દેહ અને એક આત્મા છે, એવી જ રીતે પરમેશ્વરે તમને એક આશા રાખવા હાટુ બોલાવ્યા છે.


હવે હું તમારી હાટુ જે દુખ ઉઠાઉ છું, એના કારણથી રાજી છું અને હું એક ધારો પોતાના દેહમાં દુખો સહન કરું છું જેમ મસીહે એના દેહની હાટુ કા મંડળી હાટુ સહન કરયુ.


આ માણસ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધુ છે જે દેહનું માથું છે અને જે પરકારે માથું દેહની આગેવાની કરે છે, એવી જ રીતે મસીહ પણ પોતાના બધાય લોકોની આગેવાની કરે છે જેથી ઈ એક હારે રેય, જેમ દેહના હાધા અને શ્વાસ લેનારા અંગો દેહને એક હારે રાખે છે અને વધે છે જેમ પરમેશ્વર ઈચ્છે છે.


ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્‍નતી, નય કોય બેસુન્‍નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.


અને ઈ શાંતિ જે મસીહ આપે છે, ઈ તમારા હ્રદયમાં રાજ કરવા દયો કેમ કે, તમે બધાય એક દેહના ભાગ છો અને ઈ હાટુ તમને એકબીજાની હારે શાંતિથી રેવા હાટુ બોલાવ્યા છે અને તમે આભારી બનેલા રયો.


Lean sinn:

Sanasan


Sanasan