11 પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.
આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.
અને હવે હું તમને પરમેશ્વરનાં, અને એની કૃપાના વચનને હોપી દવ છું, જે તમને વિશ્વાસમા મજબુત કરી હકે છે, પરમેશ્વર તમને આ વારસો દેહે, જે એણે બધાય લોકોને દેવાનો વાયદો કરયો છે, જેને એના દ્વારા પવિત્ર કરયા છે.
કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.
અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.
પછી જેને પરમેશ્વરે પેલાથી જ પાકુ કરી લીધું, એને ગમાડી લીધો, અને જેને ગમાડયો, એને ન્યાયી પણ જાહેર કરયો છે, અને જેને ન્યાયી જાહેર કરયો છે, એને મહિમા પણ દીધી છે.
જો પરમેશ્વરે જે વાયદો કરયો છે એને મેળવવા હાટુ આપડે મુસાના શાસ્ત્રનું પાલન કરવાનું છે, તો એનો અરથ આ છે કે, આપડે ઈ કૃપા પરમેશ્વરનાં વાયદાના કારણે નથી મળી. પણ પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ આશીર્વાદ ઈ હાટુ દીધો કેમ કે, એણે પેલા એને વાયદો કરયો હતો.
હું ઈ પણ પ્રાર્થના કરું છું કે, ઈ હાસને હમજવામાં તમારી સહાયતા કરશે કે, તમે જાણી લ્યો કે ઈ આશા જેની હાટુ એણે તમને બોલાવ્યા છે. જેથી તમે જાણી હકો કે, ઈ આશીર્વાદ કેટલો મહાન અને મહિમાવંત છે જેનો વાયદો પરમેશ્વરે પોતાના પવિત્ર લોકોથી કરયો છે.
અને પરમેશ્વર બાપનો આભાર માનતા રયો કે, જેણે તમને ઈ વારસામાં ભાગીદાર થાવાને લાયક બનાવ્યા છે, જેણે એને સ્વર્ગ રાજ્યમાં પોતાના પવિત્ર લોકો હાટુ તૈયાર કરયુ છે.
કેમ કે, તમે જાણો છો કે, તમને એના બદલે પરભુ ઈનામ આપશે, અને ઈ આશીર્વાદો માંથી તમારો ભાગ આપે, જે એણે પોતાના લોકોની હાટુ તૈયાર કરયુ છે. તમે પરભુ મસીહની સેવા કરો છો.
પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.
આપડે ઈ મહાન વારસાને મેળવવા હાટુ આગળ તરફ જોયી છયી, જે પરમેશ્વરે પોતાના લોકોની હાટુ રાખ્યો છે. એણે તમારી હાટુ સ્વર્ગમા રાખ્યું છે, જ્યાં ઈ બગડી જાતું નથી, કે ખરાબ થાતું નથી કે નાશ થાતું નથી.
ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.