ઈસુએ તેઓને કીધુ કે, “તમે મારા હાટુ દુખ સહન કરશો ખરા, પણ મારી જમણી અને ડાબી બાજુ બેહવા દેવું ઈ મારૂ કામ નથી, પણ જેઓને મારા બાપે ગમાડયા છે, તેઓને હારૂ ઈ તૈયાર કરેલું છે.”
કેટલાક લોકો તલવારથી મરી જાહે, અને બીજા માણસોને ગુલામ બનાવી લેવામાં આયશે, અને તેઓને બીજા પરદેશમા લય જવામાં આયશે, અને જ્યાં હુધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓનો વખત પુરો નય થાય, ન્યા હુંધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓથી પગ તળે છુંદી નાખશે.