“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.
હું એને પેલા ઓળખતો હતો નય પણ હવે ઓળખું છું કે, ઈ કોણ છે, મારું કામ આવીને લોકોને જેઓ પોતાના પાપોની માફી માગે છે તેઓને જળદીક્ષા આપવી, જેથી ઈઝરાયલ દેશના લોકો જાણી હકે કે, ઈ કોણ છે.
મે એને ઓળખ્યા નોતા; પણ જેઓએ મને પાણીથી જળદીક્ષા આપવા મોકલ્યો, એણે જ મને કીધું હતું કે, જેની ઉપર તુ આત્માને ઉતરતા અને રેતા જોહે, ઈ જ પવિત્ર આત્માથી જળદીક્ષા આપનાર છે.
પાઉલે કીધું કે, “યોહાને ઈ લોકોને જળદીક્ષા દીધી, જેઓએ પાપ કરવાનું મુકી દીધુ, અને પરમેશ્વરની બાજુ વળી ગયા, અને એને પણ આ કીધું કે, એના ઉપર વિશ્વાસ રાખો જે આની પછી આવવા વાળો છે, જે ઈસુ મસીહ છે.”
જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી.
એણે આપણને આપડા પાપની સજામાંથી બસાવ્યા, અને આ ન્યાયના કામોને કારણે નય, જે આપડે પોતે કરયુ, પણ એણે આપડી ઉપર દયા કરી, અને એણે પવિત્ર આત્મા આપીને આપણને બસાવી લીધા જેણે આપડા પાપોને ધોયા અને આપણને એક નવું જીવન અને વ્યહવાર કરવા એક નવી રીત આપી.