1 પ્રિય થિયોફિલ, મારી પેલી સોપડીમા જે મે તમારી હાટુ લખી છે, મે ઈ ઘણીય વસ્તુની વિષે લખું હતું જે ઈસુએ કરી હતી અને શીખવાડી હતી, જ્યાં હુધી કે ઈ સ્વર્ગમા લય લેવામાં આવ્યો હતો.
આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.
એણે તેઓને પુછયું કે, “ક્યા બનાઓ?” તેઓએ જવાબ દીધો કે, “ઈ વાતો જે ઈસુ હારે થય, એક માણસ ઈસુ નાઝારી જે આગમભાખીયો હતો. પરમેશ્વરે એણે મહાન સમત્કારો કરવા હાટુ અને હારા હમાસારનું શિક્ષણ આપવા લાયક બનાવ્યો છે. અને લોકોએ વિસારયું કે, ઈ અદભુત હતું.
હે ઈઝરાયલ દેશના લોકો આ વાત હાંભળી લ્યો, નાઝરેથ ગામનો ઈસુ એક એવો માણસ હતો, પરમેશ્વર દ્વારા તમારી હામે સાબિત કરવામા આવ્યો હતો, એના સામર્થથી અદભુત કામો અને સમત્કારી નિસાની જે પરમેશ્વરે તમારી વસ્સે એની દ્વારા કરયા. જે તમે પોતે જ જાણો છો કે ઈ હાસુ છે.