9 હે તિમોથી, મારી પાહે જલ્દીથી આવવાની કોશિશ કરજે.
જ્યાં હુંધી તુ તારા ફરીયાદી હારે અધિકારીની નજીક જઈ રયો છે, તો મારગમાં જ એની હારે સમાધાન કરવાની કોશિશ કરી લે, જો તુ એનો ઉકેલ નય લીયાવે તો તારે ન્યાયધીશ પાહે કોરાટે જાવું પડશે, અને ઈ તને અધિકારીઓને હોપે અને સિપાયો તને જેલખાનામાં નાખી દેહે.
અને જઈ મારે તને છોડીને જાવું પડયું હતું, તઈ તુ કેવી રીતે રોતો હતો ઈ યાદ કરીને, ફરીથી તને મળવાની ઈચ્છા થાય છે કે, તને મળીને હું હરખથી ઉભરાય જાવ.
શિયાળો આવ્યા પેલા તુ આયા મારી પાહે આવવાની કોશિશ કરજે, યુબુલસ, અને પુદેન્સ, લીનસ, કલાદિયા, અને બીજા બધાય વિશ્વાસી ભાઈઓ તમને સલામ કેય છે.
જઈ હું ક્રીત ટાપુ ઉપર તારી પાહે આર્તેમાસ કે તુખિકસને મોકલય, તો મારી પાહે નિકાપોલીસ શહેરમાં આવવાનો પ્રયત્ન કરજે, કેમ કે, મે ન્યા શિયાળો ગાળવાનું નક્કી કરયુ છે.