કેમ કે, ઈ લોકોના મન જડ થય ગયા છે, અને તેઓના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ મિશી લીધી છે, ક્યાક એવુ ના થાય કે, તેઓ આંખુથી જોવે, અને કાનોથી હાંભળે અને મનથી હમજે, અને પસ્તાવો કરે તો હું તેઓને હાજા કરૂ.
તેઓ લોકોની બનાવેલી વાર્તાઓ અને વડવાઓની પેઢીના નામ ગોતવામા પોતાનો વખત ખરાબ કરે નય, જેમાં ખાલી વાદ-વિવાદ થાય છે. અને આ બધીય વાતો પરમેશ્વરનું કામ કરવામા મદદ કરતી નથી, જે વિશ્વાસ ઉપર આધારિત છે. હું તને ફરીથી વિનવણી કરું છું જે તને પેલા કરી હતી.
હે તિમોથી, તને જે પરમેશ્વરે કરવાનું કીધું છે ઈ કરયા કર. અન્યાયી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી જ્ઞાન કેય છે એવી મુરખાય ભરેલી બાબતો જેનાથી વિરોધ થાય છે એનાથી છેટો રેજે.