જ્યાં હુંધી તુ તારા ફરીયાદી હારે અધિકારીની નજીક જઈ રયો છે, તો મારગમાં જ એની હારે સમાધાન કરવાની કોશિશ કરી લે, જો તુ એનો ઉકેલ નય લીયાવે તો તારે ન્યાયધીશ પાહે કોરાટે જાવું પડશે, અને ઈ તને અધિકારીઓને હોપે અને સિપાયો તને જેલખાનામાં નાખી દેહે.
જઈ તુ આવ તો ઈ ઝભ્ભાને લેતો આવજે જેને હું ર્કાપસના ઘરે ત્રોઆસ શહેરમાં મુકીને આવ્યો છું, મારી વાળેલી સોપડીઓ હોતન લેતો આયજે. ખાસ કરીને ઈ જે બકરીના સામડાની બનાવેલી છે.