તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર ક્રિસ્પસેતે પોતાના બધાય પરિવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને ઘણાયે કરિંથી શહેરમાં રેનારા લોકોને પણ હાંભળીને પરભુ ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લીધી.
ઈ હાટુ એની સેવા મદદ કરવાવાળામાંથી તિમોથી અને એરાસ્તસને મકદોનિયા પરદેશમા પોતાની આગળ મોકલી દીધો, અને પોતે થોડાક દિવસ આસિયા પરદેશના ઈફીસુસ શહેરમાં રય ગયો.
બેરિયા શહેરના પૂર્હસનો દીકરો સોપાતર અને થેસ્સાલોનિકા શહેરમાંથી આરિસ્તાર્ખસ અને સેકુંદસ, અને દર્બેનો શહેરનો ગાયસ, અને લુસ્ત્રા શહેરનો તિમોથી, અને આસિયાના પરદેશનો તુખિકસ અને ત્રોફીમસ; જેઓ આસિયા પરદેશ હુધી અમારી હારેના યાત્રી હતાં.
(તેઓએ એવુ કીધું કે, કેમ કે પેલા એફેસી શહેરમાં રેનારા ત્રોફીમસને જે બિનયહુદી હતો, પાઉલની હારે શહેરમાં જોયો હતો. અને હમજ્યાં હતાં કે પાઉલ એને મંદિરમાં લીયાવ્યો છે.)
ગાયસ પણ તમને પોતાની સલામ આપી રયો છે. હું એના ઘરમાં રવ છું જ્યાં મંડળી ભેગી થાય છે. એરાસ્તસ, જે આ શહેરનો ભંડારી છે અને આપડો ભાઈ કવાર્તુસ પણ તમને સલામ કરે છે.