Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 4:2 - કોલી નવો કરાર

2 તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 4:2
36 Iomraidhean Croise  

જે કોય મારી ઉપર શંકા કરે નય, તેઓ આશીર્વાદિત છે.”


તેઓ ઈસુની પાહે આવ્યા, અને એને ખુબ આગ્રહથી વિનવણી કરી કે, “ઈ હાટુ લાયક છે કે, તુ એની હાટુ મદદ કરે છે.


ઈસુએ એને કીધુ કે, “મરેલાઓને પોતાના મરેલાઓને દાટવા દે પણ તુ જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કર.”


તેઓ સાલામિસ શહેરમાં પુગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરમેશ્વરનાં વચનનો પરસાર કરયો, યોહાન જે માર્ક કેવાય છે, ઈ તેઓની મદદ કરવા હાટુ તેઓની હારે હતો.


વિશ્રામવારના દિવસે તેઓ શહેરના દરવાજાની બારે નદી કાઠે આ હમજીને ગયા કે ન્યા યહુદી લોકોની પ્રાર્થના કરવાની જગ્યા હશે, અને ન્યાં બેહીને ભેગી થયેલી બાયુ હારે વાતુ કરશું.


અઠવાડિયાને પેલે દિવસે જઈ અમે પરભુભોજન લેવા હાટુ ભેગા થયા, તઈ પાઉલ એની હારે વાત-સીત કરવા મંડયો. એને બીજે દિવસે વયું જાવું હતું, એથી ઈ અડધી રાત હુધી વાત-સીત કરતો જ રયો.


જઈ અમે રોમ શહેરમાં પુગીયા, તો પાઉલે એક સિપાયની હારે જે એની દેખરેખ રાખતો હતો, એકલા રેવાની આજ્ઞા મળી ગય.


પાછુ તેઓને મોકલા વગર તેઓ કેવી રીતે પરચાર કરી હકે? જેમ લખ્યું છે કે, સંદેશો હંભળાવનારના પગલાં કેટલા સુંદર છે!


તમારી પાહે જે આશા છે, એમા તમારે રાજી થાવુ જોયી, સંકટમાં ધીરજ રાખવી, પ્રાર્થનામાં વિશ્વાસુ રયો.


મસીહ સંદેશાનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને બધીય હારી બાબતોમાંથી હિસ્સો આપવો જોયી.


આ મંડળી હાટુ હું પરમેશ્વર દ્વારા હોપવામાં આવેલી સેવા હાટુ સેવક બનાવામાં આવ્યો છું કે, હું પરમેશ્વરનાં હારા હમાસારને પુરી રીતેથી શિખવાડી હકુ.


અને એની હારે અમારી હાટુ પણ પ્રાર્થના કરતાં રયો કે, પરમેશ્વર અમારી હાટુ વચનનું પરચાર કરવાનો મારગ ખોલે કે, અમે મસીહની ગુપ્ત વાતોને હંમજાવી હકી, જેનો પરચાર કરવાના કારણે હું જેલખાનામાં છું


તમે ઘણાય દુખમાં હતાં તો પણ તમે પવિત્ર આત્મા દ્વારા આપેલા સંદેશાનો આવકાર કરીને તમે, અમારી અને પરભુ ઈસુ મસીહની જેમ જીવન જીવ્યા.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો.


આગમભાખીયાઓની પરગટ કરેલી વાતોને નકામી નો હમજો.


જ્યાં હુધી હું ન્યા આવું નય ન્યા હુધી વિશ્વાસીઓને વચન હંભળાવવા હાટુ, ઉત્સાહિત કરવા અને શાસ્ત્ર હમજાવવાનુ સાલુ રાખ.


જે લોકો પાપ કરે એને બધાય વિશ્વાસી લોકોની હામે ખીજા, જેથી બાકીના બીજા વિશ્વાસી હોતન પાપ કરવાથી બીવે.


ઈ હાટુ જો કોય પોતાની જાતને ઈ બધાય ખરાબ કામોથી અલગ કરશે, તો ઈ એને ખાસ અવસરો હાટુ ઉપયોગમાં લેનારા વાસણોની જેવા થાહે. એનુ જીવન પવિત્ર થાહે અને માલીક હાટુ ઉપયોગી અને દરેક ભલા કામો હાટુ તૈયાર થાહે.


ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે.


પણ હે તિમોથી, મારું શીખવવુ, મારી સાલ-સાલગત, મારા મનની ઈચ્છાઓ, મારો વિશ્વાસ, મારું સહન કરવું, મારો પ્રેમ, મારી ધીરજ, મારી સતાવણી, અને મારું દુખ ભોગવવાની વિષે તું હારી રીતે જાણ છો.


ક્રીતના લોકો વિષે આ વાત આજેય હાસી છે, ઈ હાટુ તેઓને ખરી સેતાવણી આપીને ધમકાવ, જેથી તેઓ પરભુ ઈસુની વિષે હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરી હકે.


ઈ હાટુ તિતસ હું ઈચ્છું છું કે, તુ ક્રીતના વિશ્વાસીઓને આ વાતો શીખવ, જે મે તને કીધી છે. હંમજાય અને જ્યાં જરૂરી હોય, ન્યા તેઓને સુધારો કરયા કર, તને એવુ કરવાનો અધિકાર છે નક્કી કર કે, જે કાય પણ તુ શિખવાડ છો, એને કોય નજર અંદાજ નો કરે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું તમને વિનવણી કરું છું કે, આ ધીરજ અને ધ્યાનથી સંદેશો હાંભળો જે મેં તમને પ્રોત્સાહન કરવા હાટુ ટુકમાં લખ્યો છે.


કેમ કે, હું ખીજાવ છું અને ઈ બધાયને બરાબર કરું છું, જેને હું પ્રેમ કરું છું, પોતાના ખરા હૃદય હારે પસ્તાવો કરો.


Lean sinn:

Sanasan


Sanasan