Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 4:17 - કોલી નવો કરાર

17 ઈ વખતમાં પરભુએ મને સામર્થ આપીને અને મારી મદદ કરી, જેથી હું ઈસુ મસીહની વિષે હારા હમાસારનો પરચાર હારી રીતેથી કરવાને લાયક થય હકુ, અને બિનયહુદીઓના બધાય લોકો હાંભળી હકે. અને એણે મને ભૂખા સિંહના મોઢામાંથી બસવાની જેમ મોતથી મને બસાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 4:17
35 Iomraidhean Croise  

પણ જઈ તમને તેઓ પકડાયશે તઈ તમે ઉપાદી નો કરતાં કે, અમારે કય રીતે બોલવું; કેમ કે, શું બોલવું ઈ તમને ઈજ વખતે આપવામાં આયશે.


વાલા થિયોફિલ, ઘણાય લોકોએ આપડી વસે બનેલી ગજબની ઘટનાઓ વિષે એક યાદી લખી છે.


કેમ કે, હું તમને એવુ બોલવાની બુદ્ધિ આપય, કે તમારા બધાય વેરીઓ જવાબ નય આપી હકે, અને હામે નય થય હકે,


ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”


પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.


કે, હું યહુદીયા પરદેશના અવિશ્વાસુઓથી બસાવી રાખવામાં આવ્યો, અને પ્રાર્થના કરજો કે, ન્યાના વિશ્વાસુ મારી આ ભેટને અપનાવે; જે હું મારી હારે યરુશાલેમ લેતો જાવ છું


અને એણે મને ફરી જવાબ આપ્યો કે, “મારી કૃપા તારી હાટુ પુરતી છે, કેમ કે મારૂ સામર્થ્ય નબળાયમાં સિદ્ધ થાય છે.” ઈ હાટુ હું બોવ રાજીથી પોતાની નબળાયું ઉપર અભિમાન કરું કે, મસીહનું સામર્થ્ય મારી ઉપર રેય.


હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.


આપડા પરભુ ઈસુ મસીહનો હું આભાર માનું છું, જેણે મને સામર્થ આપ્યુ છે, અને એણે મને વિશ્વાસુ હમજીને પોતાની સેવા કરવા હાટુ ગમાડયો છે.


ઈ હાટુ હે મારા દીકરા તિમોથી, જે કૃપા ઈસુ મસીહે તારી ઉપર કરી છે એમા વધતો જા.


પરમેશ્વરનાં જે હારા હમાસાર પરચાર કરું છું, ઈ હાટુ હું એક અપરાધીની જેમ જેલખાનામાં દુખ સહન કરી રયો છું કેમ કે, હું આ હારા હમાસાર પરચાર કરું છું પણ હારા હમાસારને ફેલાવા હાટુ કોય રોકી હકતું નથી.


મે મુશ્કેલીઓને સહન કરી છે, લોકોએ મને સતાવ્યો, જેની લીધે મે બોવ જ પીડા સહન કરી. તુ ઈ ભયાનક બાબતો વિષે જાણ છો; જે લોકોએ મારી હારે અંત્યોખ, ઈકોનીયા અને લુસ્ત્રા શહેરમાં કરયુ, અને કેવી રીતે મે ન્યા સતાવણીને સહન કરી.


પણ તુ બધીય વાતોમાં પોતાની ઉપર કાબુ રાખ, અને ધીરજથી દુખ સહન કર, હારા હમાસારનો પરચાર કરવા હાટુ કઠણ મેનત કર, અને પરમેશ્વરનાં સેવકની જેમ ઈ બધાય કામો કર જે તને એણે હોપા છે.


હવે ખરા વખતે, પરમેશ્વરે આ હારા હમાસારને આપડી હામે પરગટ કરી અને આપડે એનો પરચાર બધાયની વસે કરી છયી. પરમેશ્વર આપડા તારનારે આ આજ્ઞા આપતા મને જવાબદારી આપી કે, એની હાટુ આ કામ કરૂ.


તેઓએ વિશ્વાસ દ્વારા જ રાજ્યોને જીત્યા, ન્યાયપણાના કામો કરયા, પરમેશ્વરે વાયદા કરેલ વસ્તુઓને પ્રાપ્ત કરી, તેઓને સિંહોએ નથી ખાધા,


જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.


જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.


Lean sinn:

Sanasan


Sanasan