15 તુ પણ એનાથી સેતીને રે કેમ કે, એણે મસીહની વિષે આપડા શિક્ષણનો બોવ જ વિરોધ કરયો,
એવાં લોકોથી સેતતા રયો જે કુતરા જેવા છે, ખરાબ કામો કરનારાથી અને નકામી સુન્નતથી સાવધાન રયો.
અને જેમ જાન્નેસ અને જામ્બ્રેસે મુસાનો વિરોધ કરયો હતો, એમ જ આ ખોટા શિક્ષકો હાસા સંદેશાનો વિરોધ કરે છે, આ આવા માણસ છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થય ગય છે અને તેઓનો વિશ્વાસ દેખાડો કરે છે.
એલેકઝાન્ડર કહારાએ મારી હારે બોવ ખરાબ વ્યહવાર કરયો છે, પરભુ એને એના ભુંડા કામો પરમાણે બદલો આપશે.
પેલીવાર રોમ શહેરમાં ન્યાય કરનારાની હામે મારે ઉભા રેવું પડયું, જેથી જેઓએ મારી ઉપર ખોટા કામ કરવાનો આરોપ લગાડો હતો, એનો જવાબ હું એને આપી હકુ, તઈ કોય પણ મારી બાજુથી સાક્ષી બનવા હાટુ આવ્યા નય, પણ બધાય મને મુકીને વયા ગયા. હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તેઓને માફ કરે.