Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 4:1 - કોલી નવો કરાર

1 જઈ ઈસુ મસીહ રાજાની જેમ રાજ્ય કરવા આયશે, તઈ ઈ જે જીવતા છે અને જે મરી ગયા છે ઈ બેયનો ન્યાય કરશે. ઈ હાટુ પરમેશ્વર અને મસીહને સાક્ષી હમજીને, હું તને આજ્ઞા આપું છું,

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 4:1
35 Iomraidhean Croise  

કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.


ઈસુએ કીધું કે, એક માલદાર માણસ પોતાની હાટુ રાજપાટ મેળવીને પાછા આવવાના વિસારથી આઘા દેશમાં વયો ગયો.


એમ થયુ કે, ઈ રાજ્ય મેળવીને પાછો આવ્યો, તઈ જે ચાકરોને એણે તાલંતો આપ્યા હતા, તેઓને પોતાની પાહે બોલાવાનું કીધું, ઈ હાટુ કે, તેઓ કેટલું કમાણા, એવુ ઈ જાણે.


તઈ એણે ઈસુને કીધું કે, “હે ઈસુ, જઈ તુ એક રાજાની જેમ પાછો આવય, તો મને યાદ કરજે!”


અને એણે આપણને આજ્ઞા આપી કે, બધાય લોકોમા પરસાર કરો અને સાક્ષી આપો કે, ઈસુને પરમેશ્વરે જીવતા અને મરેલાં લોકોનો ન્યાય કરનારો ઠરાવ્યો.


કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”


આ ઈ દિવસે થાહે જઈ પરમેશ્વર ન્યાય કરશે, ઈ હારા હમાસાર જેનો હું પરચાર કરું છું એની પરમાણે ઈસુ મસીહ દ્વારા માણસોની ખાનગી વાતોનો ન્યાય કરશે.


મસીહ જે તમને નવું જીવન આપે છે, ઈ જઈ ધરતી ઉપર પાછો આયશે, તઈ તમે પણ એની હારે જોવા મળશો, અને તમે એની મહિમામાં ભાગીદાર થાહો.


પછી ઈ પાપી માણસ પરગટ થાહે, જેને પરભુ ઈસુ પોતાના એક જ હુકમથી અને પાછા આવવાની મહિમાવાન સામર્થથી મારી નાખશે.


હું તને પરમેશ્વર, અને ઈસુ મસીહ, અને સ્વર્ગદુતોની હામે સેતવણી આપું છું કે, આ બધીય વાતો શંકા કરયા વગર માનતો રેય, અને દરેક કામ કોયનો પણ ભેદભાવ કરયા વગર કર.


પણ હવે આપડા તારનાર ઈસુ મસીહ આવી ગયા છે, અને એણે આપડી ઉપર પોતાની કૃપા કરી છે, અને એણે મરણની તાકાતને હરાવી દીધી છે, અને હારા હમાસાર દ્વારા અનંતજીવનનો મારગ બતાવ્યો છે.


આ વાતો વિશ્વાસી લોકોને વારા ઘડીયે કયને યાદ દેવડાવ, અને પરમેશ્વરની હામે સેતવણી દે કે, તેઓ શબ્દોના અરથની વિષે વાદ-વિવાદ નો કરે, એવુ કરવાથી કોય લાભ નય થાય, પણ હાંભળનારા લોકોનો વિશ્વાસ બગડી જાય છે.


અને પરભુ મને બધાય ભુંડા કામોથી બસાવશે, અને આપડા સ્વર્ગના રાજ્યમાં હારી રીતે હાસવીને લય જાહે, અને એની જ મહિમા સદાયકાળ થાતી રેય. આમીન.


હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.


આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


પણ એક દિ તેઓએ જે કાય કરયુ છે એને પરમેશ્વરથી સ્વીકાર કરવુ પડશે ઈજ છે જે એનો ન્યાય કરશે.


જઈ ઈસુ મસીહ જે આપડો મુખ્ય સરાવનાર છે, ઈ પાછો આયશે, તઈ તમને ઈ એક સુંદર મુગટ આપશે, જે કોય દિ પોતાની સમક ગુમાવશે નય.


આ રીતે પરમેશ્વર તમારો ઈ જગ્યામાં માનપૂર્વક આદર કરશે જ્યાં ઈસુ મસીહ છે, જે આપડો પરભુ અને આપડો તારનાર છે, જે સદાય હાટુ લોકો ઉપર રાજ્ય કરશે.


પરમેશ્વર આપડા બાપે, એને બોવજ મહિમાવાન કરયો જઈ પરમેશ્વરનાં મહાન તેજે એને ઘેરી લીધો અને એણે કીધુ “આ મારો દીકરો છે, જેનાથી મને બોવજ પ્રેમ છે; હું એનાથી બોવજ રાજી છું.”


હવે બાળકો, મસીહની હારે સંગતીમાં સદાય હાટુ બનેલા રયો, જેથી જઈ ઈ પાછા જગતમાં આવે તો આપણને હિંમત હોય અને આપડે એને આવવાથી એની હામે શરમાવાનું નો થાય.


જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.


Lean sinn:

Sanasan


Sanasan